લસણ, તરબૂચ, ગાજર, દ્રાક્ષ, અંજીર... આ પાંચેયનું સેવન લીવરને રાખશે ‘ટનાટન’

01 September 2022 12:07 PM
Health Top News
  • લસણ, તરબૂચ, ગાજર, દ્રાક્ષ, અંજીર... આ પાંચેયનું સેવન લીવરને રાખશે ‘ટનાટન’

કોઈપણ એકને દૈનિક યોગ્ય માત્રામાં લેવાથી લીવર પર સોજા આવવા સહિતથી બચી શકાય છે

નવીદિલ્હી, તા.1 : શરીર માટે લીવર અત્યંત મહત્ત્વનું અંગ ગણાય છે. લીવરનું કામ ભોજન પચાવવું, પીત્ત બનાવવા ઉપરાંત સંક્રમણથી શરીરને બચાવવાનું હોય છે. લીવરની મદદથી ચરબી ઓછી કરવા અને કાર્બોહાઈટ્રેડને સ્કોર કરવામાં આવે છે. જો આ અંગમાં નાની અમથી મુશ્કેલી આવે તો તેની અસર આખા શરીર ઉપર થવા લાગે છે એટલા માટે લીવરની હેલ્ધી રાખવું અત્યંત જરૂરી બની જાય છે. દરમિયાન એવા પાંચ ખાદ્યપદાર્થ છે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો લીવર સાથે જોડાયેલી બીમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે. આ ખાદ્યપદાર્થ જરા પણ મોંઘા નથી અને તે સરળતાથી ખરીદીને તેનું સેવન કરી શકાય છે.


લસણ
લીવરને તંદુરસ્ત રાખવા માટે લસણની ભૂમિકા મહત્ત્વની હોય છે. લસણમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ગુણ હોય છે જેનું સેવન કરવાથી શરીરમાં રહેલા તમામ વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. લીવરની વિષમુક્ત કરવા માટે પણ લસણનો ઉપયોગ લાભકારક છે.


ગાજર
સલાડમાં લેવામાં આવતું ગાજર લીવર માટ અત્યંત ફાયદાકારક છે. ગાજરમાં વીટામીન ‘એ’ મળી આવે છે. આ ઉપરાંત ગાજર ફ્લેવોનોઈડસ અને બીટા-કૈરોટીનનાં ગુણોથી ભરપૂર હોય છે જે લીવરની હેલ્ધી રાખવાનું કામ કરે છે.


તરબૂજ
ગરમીઓમાં તરબૂચનું સેવન મોટાભાગના લોકો કરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતાં હશે કે આ ફળ લીવર માટે અત્યંત ફાયદાકારક હોય છે. આ ડાઈયુરેટિક હોય છે જેના સેવનથી શરીરમાં યૂરીનનો ફ્લો (પેશાબનું પસાર થવું) યોગ્ય રહે છે. આ સાથે જ તેનાથી લીવર વિષમુક્ત બને છે અને લીવરની કામ કરવાની ક્ષમતામાં સુધારો થાય છે.


દ્રાક્ષ
લીવરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા દૈનિક આહારમાં દ્રાક્ષને પણ સામેલ કરી શકો છો. દ્રાક્ષમાં વિટામીન ‘સી’ અને એન્ટીઑક્સિડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. દ્રાક્ષનું સેવન કરવાથી લીવર સેલ્સ હેલ્ધી રહે છે સાથે સાથે લીવર પર સોજો આવતો પણ બચાવી શકાય છે.


અંજીર
લીવરને હેલ્ધી રાખવા માટે અંજીરને સુપરફૂડ ગણવામાં આવે છે જેમાં ખોરાકને પચાવવાનું ફાયબર હોય છે એટલા માટે જ અંજીરને રામબાણ ગણવામાં આવે છે. આ ઉપરાંત અંજીર બીટા કૈરોટીન અને વિટામીન્સથી પણ ભરપૂર હોય છે જે લીવર માટે બહુ જ ફાયદાકારક ગણાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement