ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત

04 September 2022 05:03 PM
India Maharashtra
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત

મુંબઈ નજીક પાલઘર પાસે મુંબઈ - અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો : કાર રોડ ડિવાઈડર સાથે અથડાતા મિસ્ત્રી સહિત બેના મોત થયા, મિસ્ત્રી અમદાવાદ થી મુંબઈ જઈ રહ્યા હતા : ઉદ્યોગ જગત સ્તબ્ધ

મુંબઈ : ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. મુંબઈ નજીક પાલઘરમાં કાસા નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. પ્રાથમિક માહિતીમાં મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ એક્સીડન્ટમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડ્રાઇવિંગ સીટ પર એક મહિલા હતી.બાજુની સીટ પર મિસ્ત્રી બેઠા હતા.પાછળ વધુ બે લોકો બેઠા હતા.અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગનો ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે કારની ઝડપ વધુ હતી.

પાલઘર પોલીસના ઈન્ચાર્જ બાલાસાહેબ પાટિલે જણાવ્યું કે, 'મિસ્ત્રી કારમાં સવાર હતા, તેમની કારનો નંબર MH-47-AB-6705 છે. એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રમ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે સૂર્યા નદી પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ છે.'

મુંબઈમાં જન્મ, લંડનમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો :
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. જે બાદ તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયા. તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી.

સાયરસે 1991માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. તેમને 1994માં શાપૂરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ કર્યું. પાલોનજી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે.

આ વર્ષે જૂનમાં પિતાનું નિધન થયું હતું
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રી (93)નું નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે.

ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી
ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.

24 ઓક્ટોબર 2016નાં રોજ પદ પરથી હટાવવામાં આવ્યા હતા
જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા


Related News

Advertisement
Advertisement
Advertisement