મારો નંબર અનેક લોકો પાસે છે, ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ નથી કર્યો !

05 September 2022 11:40 AM
Sports
  • મારો નંબર અનેક લોકો પાસે છે, ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ નથી કર્યો !

કોહલીનું દર્દ છલકાયું: ટીવી ઉપર લોકો મારી રમતની ટીકા કરે છે પણ ક્યારેય વ્યક્તિગત રીતે કોઈ મેસેજ કે ફોન નથી કરતું

નવીદિલ્હી, તા.5 : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું દર્દ છલકાઈ ઉઠ્યું હોય તેવી રીતે તેણે કહ્યું કે તેના ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ માત્ર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ જ તેને મેસેજ કર્યો હતો. કોહલી છેલ્લા ઘણા સમયથી પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહ્યો હતો અને તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો.

કોહલીએ પાકિસ્તાન સામેની મેચ બાદ કહ્યું કે જ્યારે મેં ટેસ્ટની કેપ્ટનશિપ છોડી તો મને માત્ર એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. એ માણસ સાથે હું પહેલાં રમી ચૂક્યો હતો અને તે બીજું કોઈ નહીં પરંતુ ધોની હતો. અનેક લોકો પાસે મારો નંબર છે. લોકો મને ટીવી પર સુચન આપે છે અને મારી રમત વિશે વાતો કરે છે પરંતુ જે લોકો પાસે મારોનંબર છે તેમાં ધોનીને બાદ કરતાં કોઈએ મને મેસેજ કર્યો નથી. જો તેમની ટીકા સાચી હોય તો તેમણે મને વ્યક્તિગત રીતે મેસેજ કરવો જોઈતો હતો. કોહલીએ કહ્યું કે અમુક લોકોને તમારા પ્રત્યે સાચી લાગણી હોય છે.

આવું બન્ને નરફ થાય છે. જો મને કોઈની રમત વિશે વાત કરવી હોય તો હું તેને વ્યક્તિગત રીતે મળીશ. કોઈ આખી દુનિયા સામે સુચન આપે છે તો એ મારા માટે મહત્ત્વ નથી રાખતું. હું જ્યાં સુધી રમીશ ઈમાનદારીથી જ રમીશ.ઉલ્લેખનીય છે કે કોહલીનું પ્રદર્શન એશિયા કપમાં અત્યંત સારું રહ્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તેણે સારી બેટિંગ કરતાં 60 રન બનાવ્યા હતા. કોહલીએ એશિયા કપ-2022ની ત્રણ મેચમાં અત્યાર સુધીમાં બે ફિફટી બનાવી છે જેમાં એક ફિફટી હોંગકોંગ સામે તો બીજી પાકિસ્તાન સામે બનાવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement