ભચાઉ પોલીસે હનીટ્રેપનો ભેદ ઉકેલી બળજબરીથી રૂપિયા કઢાવનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા

05 September 2022 12:57 PM
kutch Crime
  • ભચાઉ પોલીસે હનીટ્રેપનો ભેદ ઉકેલી બળજબરીથી રૂપિયા કઢાવનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા

(ગની કુંભાર) ભચાઉ,તા. 5
પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.પટેલ ભચાઉ વિભાગનાઓ તરફથી જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓના ભેદ ઉકેલી તે કામેના આરોપીઓ પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ.

ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993004220366-2022 ઇપીકો કલમ 389, 507, 120(બી) મુજબનો ગુનો ગઇ તા. 02-09ના થયેલ છે અને આ કામેના આરોપીઓએ મળીને અગાઉથી કાવતરું રચીને ફરિયાદીને એક મહિલા નામે નયના દ્વારા તેના મોબાઈલથી ફોન-મેસેજ કરી પોતાની મોહજાળમાં ફસાવી ફરિયાદીને વિશ્ર્વાસમાં લઇ ગેસ્ટ હાઉસમાં બોલાવેલ બાદ શરીર સંબંધ બાંધી ફરિયાદીની જાણ બહાર અશ્લીલ ફોટો તથા વીડિયો બનાવી બળજબરીપૂર્વક તેના પાસે રહેલ રોકડા રુપિયા 6000 કઢાવી લીધેલ બાદમાં આરોપીઓએ હનીટ્રેપમાં ફસાવી અન્ય આરોપીઓ દ્વારા ફોન કરી ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની તેમજબળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી વધુ રુપિયા 17,00,000ની માંગણી કરી ગુનો આચરેલ જે બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતાં ઉપરોક્ત ગુના નંબરથી ગુનો દાખલ થયેલ.

ઉપરોક્ત ગુનાની ગંભીરતા લઇ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા દ્વારા તુરંત જ અલગ અલગ બે ટીમો બનાવી આ કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુચના કરતા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે આ કામના પાંચ આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલા આરોપીઓમાં ચંદ્રેશ દિનકરરાય જોષી (ઉ.35, રહે. આમરડી, તા. ભચાઉ), રઝાક મહમદ હનિફ નોડે (ઉ.વ.47 રહે. બાનીયારીવાંઢ, તા.ભચાઉ), ગાંડુભાઈ આંબાભાઈ રબારી (ઉ.વ.55 રહે. સાત હનુમાન સોસાયટી, મોરબી), દેવીબેન ગાંડુભાઇ રબારી (ઉ.વ.50 રહે. સાત હનુમાન સોસાયટી મોરબી) તથા નયનાબેન મુન્નાભાઈ કોલી (ઉ.વ.28 રહે. ટીમ્બડી પાટીયા મોરબી) વગેરે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. આહીર તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement