દિવ્યાંગ વ્યક્તિને વાલી વારસ શોધી મેળવી આપતી કંડલા મરીન પોલીસ

05 September 2022 01:06 PM
kutch
  • દિવ્યાંગ વ્યક્તિને વાલી વારસ શોધી મેળવી આપતી કંડલા મરીન પોલીસ

(ગની કુંભાર) ભચાઉ,તા.5
ગઇ તા. 10-8ના દિનદયાળ પોર્ટ કંડલાના જેટી નં. 15ની ફેન્સીંગ પાસે એક દિવ્યાંગ વ્યક્તિ મળી આવતા સીઆઈએસએફ દ્વારા કંડલા મરીન પો.સ્ટે. યાદી સાથે સોંપેલ આ દિવ્યાંગ વ્યક્તિ આશરે ઉ.વ.19 જેટલો હોય જે બોલી શકતો નથી અને સાંભળવામાં પણ બિલકુલ ઓછુ સાંભળતા આ દિવ્યાંગના હાથમાં પંકજ નામ ત્રોફાવેલ હતું. જે ગુજરાતી ભાષા બિલકુલ જાણતો ન હોય અને નિરાધાર હોય

જેને અપનાઘર ગાંધીધામ ખાતે રાખવામાં આવેલ જેથી પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા ના.પો. અધિ. મુકેશ ચૌધરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિના વાલી વારસ શોધવા મળેલ સુચના આધારે કંડલા મરીન પો.સ્ટે.ના પો. ઇન્સ. એચ.કે. હુંબલએ પોતાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તપાસ દરમ્યાન મજકુર દિવ્યાંગ વ્યક્તિનાં ફોટોગ્રાફની પ્રેસ મીડિયા-ઇલેક્ટ્રોનીક-સોશિયલ મીડિયા દ્વારા ખુબ બહોળી પ્રસિધ્ધિ કરાવેલ તેની પાસેથી આવેલ સીમકાર્ડની કોલ ડીટેઇલ આધારે મળી આવેલ સરનામે તપાસ કરાવતાં આ દિવ્યાંગ પંકજ રામચંદ્ર હોય ગામ ચાંદપુર, ચન્દરપુર, તા. પુરનપુર, જી. પીલીભીત (ઉતરપ્રદેશ)ના હોય

જે ગત તા. 2-8ના હરીયાણાના રોહતક જીલ્લાના ડીગલ ગામે તેના ભાઈ સાથે ગયેલ હતો જ્યાંથી આ પંકજ ગુમ થયેલ અને તેના પરિવાર દ્વારા મુકબધીર હોય જેથી ખુબ શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નહિ દરમ્યાન કંડલા મરીન પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પુત્રને સંભાળપૂર્વક રાખેલ હોવાનું જણાવતાં તુરત જ હરીયાણાથી કંડલા પોતાના પુત્રને લેવા આવેલ અને પિતા પુત્રનું મિલન કરાવી કંડલા મરીન પોલીસે માનવતાનું સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. એચ.કે. હુંબલ તથા એએસઆઈ રણધીરસિંહ ઝાલા તથા પો. કોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા દિનેશભાઈ રાણા વગેરે સ્ટાફના જોડાયેલા હતા.


Advertisement
Advertisement
Advertisement