ગુજરાતમાં કોરોના કાળ પછી માનસિક રોગોના દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો

05 September 2022 02:29 PM
Gujarat Health India
  • ગુજરાતમાં કોરોના કાળ પછી માનસિક રોગોના દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો

♦ ગુજરાતમાં માનસિક રોગના દર્દીઓ માટે હવે ટી-માનસ સેન્ટર ખોલાશે

♦ અમદાવાદ બાદ રાજકોટને પણ ભવિષ્યમાં આ સેન્ટર આપવા તૈયારી

અમદાવાદ,તા. 5
ભારતમાં હજુ તનાવ સહિતની માનસિક સ્થિતિને રોગ તરીકે ગણવામાં આવતી નથી અને ખાસ કરીને કોરોના પછી માનસિક રોગના દર્દીઓ વધી ગયા છે તે સમયે માનસિક રોગોમાં દર 100માંથી માત્ર 30 જેટલા દર્દીઓ તેને એક રોગ તરીકે સ્વીકારીને સારવાર લેતા હોય છે. આ સમયે હવે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિ-મેન્ટલ હેલ્થ માટે ખાસ તૈયાર કરાયેલા ટી-માનસના કેન્દ્રો અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પ્રારંભ કરવા તૈયારી કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા આ અંગે અમદાવાદના કેન્દ્રને મંજૂરી આપી દેવામાં આવી છે અને અન્ય બે સેન્ટરોમાં સુરત, વડોદરા કે રાજકોટમાંથી બે મહાનગરોની પસંદગી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેલિ-મેડીસીન હેલ્થ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તનાવ,માનસિક ઉદ્દવેગ સહિતનાં એવા રોગો કે જે લાંબા ગાળે શારીરિક સ્વસ્થતાને પણ નુકસાન કરી શકે છે.

તેના માટે ખાસ કરીને સલાહ સહિતના કેન્દ્રો પણ ખોલવામાં આવશે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ખાસ કરીને કોરોના કાળ બાદ માનસિક રીતે પરેશાન લોકોની સંખ્યા વધી ગઇ છે. અનિદ્રા,બ્રેઇન ફોગીંગ એટલે કે ઓચિંતા થોડી સેકન્ડો માટે યાદદાસ્ત ગુમાવવી, અનિર્ણાયકતા તથા ખુદમાં અવિશ્વાસ જેવા પ્રકારનાં ચિન્હો લોકોમાં જોવા મળી રહ્યા છે અને સામાન્ય રીતે તેનો ઇલાજ ભાગ્યે જ કરવામાં આવે છે.

મોટાભાગના લોકોને પોતાની ખરાબ થતી જતી માનસિક હાલત અંગે ભાગ્યે જ પ્રારંભમાં ખ્યાલ હોય છે. આ ઉપરાંત માનસિક સમસ્યાને કારણે ડાયાબીટીસ, લો-બ્લડપ્રેસર વગેરેની પણ સમસ્યા સર્જાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટી-માનસ પ્રોગ્રામ તા. 10થી શરુ કરાશે અને તેમાં રાજ્યભરમાંથી લોકો પોતાની માનસિક સ્થિતિ અંગે સારવાર ઓનલાઇન મેળવી શકશે. આ સેન્ટર દેશની મેન્ટલ હેલ્પલાઇન સાથે સંકળાયેલા રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement