રામપરના માણબા ગામે શિક્ષકોનું સન્માન

06 September 2022 12:23 PM
kutch
  • રામપરના માણબા ગામે શિક્ષકોનું સન્માન
  • રામપરના માણબા ગામે શિક્ષકોનું સન્માન

રાપર તાલુકાના માણાબા ગામે શિક્ષક દિન નિમિતે ગામના સરપંચ અને પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા કોષાધ્યક્ષ અકબરભાઇ રાઉમા એ શિક્ષકોને શાલ તેમજ ફુલ આપી સંન્માનિત કર્યા રાપર તાલુકાના માણાબા ગામે પ્રાથમિક શાળામા શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી શિક્ષક એ ગુરૂ હોઇ આજે શિક્ષક દિને મુખ્ય શિક્ષક શ્રી રમેશભાઇ ડામોર ને માણાબા ગ્રામ પંચાયત ના એક્ટીવ સરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા ના કોષાધ્યક્ષ શ્રી અકબરભાઇ હાજીઅલ્લારખાભાઇ રાઉમા એ શાલ ઓઢાડી પુષ્પ આપી સંન્માન સ્વાગત કર્યુ હતુ સાથે સાથે શાળા પરિવાર ના તમામ શિક્ષક અને શિક્ષિકા બહેનો ને પણ પુષ્પ ગુછ આપી સંન્માનિત કરાયા હતા જેમા સાંતાબેન ડામોર, રશ્મિકાબેન પટેલ, તુષારભાઇ પટેલ, સી ટી પટેલ, દિપકભાઇ સુથાર વગેરેને સંન્માનિત કર્યા હતા શાળા મા શિક્ષક દિન મા શાળામા જ અભ્યાસ કરતા વિધાર્થીઓ વિધાર્થીનીઓ એ પોતાની અલગ અલગ વેષભુષામા સજ્જ થઈ શિક્ષક બની સંપુર્ણ દિવસ અભ્યાસ વર્ગ ચલાવ્યા હતા તેમજ સૌએ સાથે મડીને ર્ડો રાધાકૃષ્ણ સર્વપલ્લી જન્મ જયંતી નિમિતે પ્રણામ કર્યા હતા તેમજ શાળા પરિવાર દ્રારા પણ ગામના એક્ટીવ સરપંચ અને શાળા મા હંમેશા મદદરૂપ થતા અકબરભાઇ રાઉમાને જીવવાનો રસ્તો નામનો પુસ્તક આપી સંન્માનિત કર્યા હતા.તસ્વીર: ગની કુંભાર ( ભચાઉ )


Advertisement
Advertisement
Advertisement