વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધયાત્રા ધામ રવેચી માતાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટયું

06 September 2022 12:35 PM
kutch
  • વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધયાત્રા ધામ રવેચી માતાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
  • વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધયાત્રા ધામ રવેચી માતાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટયું

ભચાઉ,તા.6 : વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી ના મેળા મા માનવ મહેરામણ ઊમટ્યું, છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન ગુજરાત ભર ના લોક મેળા બંધ રહ્યા હતા આ વર્ષે લોક મેળો માણવા માટે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાપર તાલુકાના રવ ગામ નજીક આવેલ પૌરાણિક યાત્રાધામ આસ્થા નું અનેરું મહત્વ ધરાવતા રવેચી માતાજીના સાનિધ્યમાં આજે ભાદરવા સુદ આઠમ ના દિવસે મેળો પરંપરાગત રીતે ભરાયો હતો જેમાં ગઈ કાલે રાત્રે ગાયો ના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં સાત લાખ ની રકમ એકઠી થઈ હતી

તો આજે વહેલી સવાર થી મેળો માણવા માટે કચ્છ વાગડ સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર સહિત ના અનેક સ્થળોએ થી માનવ મહેરામણ ઉમટી પડેલ જેમાં ખાણીપીણી ના સ્ટોલ.. રમકડાં.. ચકડોળ મોત નો કુવો નાટક તથા અન્ય મનોરંજન ના સાધનો મા અબાલ વૃધ્ધ સૌ કોઈ મહાલતા હતા રાપર પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મેળા દરમિયાન માતૃશ્રી કાનીબેન સેજપાર કરમચંદ પારેખ પરિવાર દ્વારા ઠાકરશી પારેખ ના સ્મરણાંરથે છાશ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું જે પારેખ પરિવાર દ્વારા છેલ્લા એકવીસ વર્ષ થી રાખવામાં આવી રહેલ છે મેળા મા મહંત ગંગાગીરીજી ના માર્ગદર્શન હેઠળ રવેચી મિત્ર મંડળ ના કાર્યકરોએ વ્યવસ્થા જાળવી રાખી હતી મેળા મા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા

અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની અધ્યક્ષતામાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી એસઓજી પીઆઈ એસ. એમ. ગડુ તથા રાપર પોલીસ ના જવાનો એ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દીધો હતો મેળા મા જીલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ઉમેશ સોની રવિલાલ પારેખ મેહુલ જોશી લાલજી કારોત્રા ભિખુભા સોઢા હઠુભા સોઢા વાલજી વાવીયા નિલેશ માલી શૈલેષ ચંદે ધર્મેન્દ્ર શિયારીયા ભાવિન કોટક મુળજી પરમાર સહિત ના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વહેલી સવારથી યોજાયેલા મેળામાં અંદાજ મુજબ એસી હજાર થી વધુ જનમેદની ઉમટી પડી હતી પદયાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં કોરોના કાળ દરમિયાન યોજાયેલ મેળો માણવા માટે લોકો પરંપરાગત પહેરવેશ મા જોવા મળતા હતા તો મેળા મા ફ્રાંસ યુએસએ ઇટલી બ્રિટિન ના વિદેશી નાગરિકો પણ જોવા મળી રહયા હતા


Advertisement
Advertisement
Advertisement