હરિધામ સોખડાથી છેડો ફાડનાર પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો વાણી-વિલાસ

06 September 2022 12:48 PM
Vadodara
  • હરિધામ સોખડાથી છેડો ફાડનાર પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો વાણી-વિલાસ

આનંદસાગરે અમેરિકામાં મહાદેવનું અપમાન કરીને સાધુતા લજવી

વડોદરા, તા. 6
હરિધામ-સોખડાથી છેડો ફાડી પોતાના અલગ ચોકો રચનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવનું અપમાન કરતો વાણી-વિલાસ કર્યો હતો. જેના પડઘા મહાદેવના ભકતોમાં પડતા વિવાદ સર્જાયો છે.

અમેરિકાની ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલા સાધુ આનંદ સાગરે તા. 26મી ઓગષ્ટ શિબિરમાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં પ્રબોધસ્વામીનો મહિમા વધારવા ગપગોળા હંકારતા જણાવ્યું હુતં કે આત્મીય વિદ્યાધામની ધરતી ઉપર રહેતા નિશિત નામના સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહ્યું હતું કે આત્મીય વિદ્યાધામના ગેટ પાસે જા, સાધુની આજ્ઞા માની નિશિત મેઇન ગેટ પાસે પહોંચ્યો હતો.

જયાં બંધ ગેટની બહાર શિવજી ઉભા હતા ! પિકચરમાં જોઇએ છે એમ શિવજીની જટા હતી. નાગ વિંટાળેલો હતો, રૂદ્રાક્ષ પહેરેલો હતો. એટલું જ નહીં શિવજીના હાથમાં ત્રિશૂળ પણ હતું! શિવજીને જોઇ નિશિતે પ્રાર્થના કરી હતી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો. પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઇ જશે.

ત્યારે શિવજીએ એમને કહ્યું હતું કે પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા પણ મને તમારા દર્શન થઇ ગયા એ અહોભાગ્ય છે. એમ કહી શિવજી નિશિતના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા. આવા ગપગોળા હંકારતા વાણી વિલાસની વિડીયોકલીપ વાઇરલ થતા તેના ઉગ્ર પડઘા પડયા છે.


Loading...
Advertisement
Advertisement