ભચાઉમાં સાત જુગારી ઝડપાયા

06 September 2022 01:07 PM
kutch
  • ભચાઉમાં સાત જુગારી ઝડપાયા

ભચાઉ,તા.6 : ભચાઉ પાસે વાડીમાંથી 7 જુગારી 6.13 લાખ રોકડ સાથે ઝડપાયા ભચાઉ થી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી કેનાલ પાસેની ચંદુભાઇ સુથારની વાડીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી ઝારૂના ઝાડ નીચે ગંજીપાના વડે જુગટું રમી રહેલા હરેશ પ્રિતમલાલ આચાર્ય , કિર્તીભાઇ ચંદુલાલ ઠક્કર , ઇશ્વરભાઇ સવજીભાઇ આહિર , રમેશ બાબુલાલ સંઘવી , પ્રકાશ મોહનભાઇ પ્રજાપતિ , નરેન્દ્રપુરી શિવપુરી ગોસ્વામી અને ચંદુભાઇ બાબુલાલ સુથારને રૂ .6,13,500 રોકડ તેમજ રૂ .35,500 ની કિંમતના 5 મોબાઇલ સહિત કુલ રૂ .6,49,000 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીએસઆઇ વી.પી.આહિરે જણાવ્યું હતું


Advertisement
Advertisement
Advertisement