ભારતના બેડમિન્ટન ખેલાડીઓ ઉપર થશે ધનવર્ષા: મેડલવીરોને દોઢ કરોડનું મળશે ઈનામ

07 September 2022 11:59 AM
Sports
  • ભારતના બેડમિન્ટન ખેલાડીઓ ઉપર થશે ધનવર્ષા: મેડલવીરોને દોઢ કરોડનું મળશે ઈનામ

ર્નામનવેલ્થ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ લાવનારા ખેલાડીઓને ઈનામની જાહેરાત કરતું બેડમિન્ટન એસોસિએશન ઑફ ઈન્ડિયા

નવીદિલ્હી, તા.7 : બેડમિન્ટન એસોસિએશન ઑફ ઈન્ડિયા (બીએઆઈ)એ કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા ખેલાડીઓ માટે ઈનામની જાહેરાત કરી છે. બેડમિન્ટન એસો.એ આ અંગેની જાણકારી સોશ્યલ મીડિયા પર જાહેર કરી છે. બેડમિન્ટનમાં મેડલ લાવનારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને દોઢ કરોડનો પુરસ્કાર આપવામાં આવશે.

સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના પ્રમુખ હિમંત વિશ્ર્વ શર્માએ ઈનામની જાહેરાત કરતાં કહ્યું કે આપણા ખેલાડી દેશ માટે સતત મેડલ જીતી રહ્યા છે અને આ રોકડ ઈનામ તેમના બે વર્ષની ઉપલબ્ધીઓ માટે એક નાનો અમથો પ્રયાસ છે. બર્મિંઘમ કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતનારા ખેલાડીને 20 લાખનું ઈનામ આપવામાં આવશે. જ્યારે મેન્સ ડબલ્સના ખેલાડી સાત્વિક રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને 25-25 લાખનું ઈનામ અપાશે. જ્યારે બર્મિંઘમમાં સીલ્વર જીતનારી ભારતીય ટીમને કુલ 30 લાખ રૂપિયા મળશે.

આ ટીમમાં દસ ખેલાડીઓ હતા એટલા માટે પ્રત્યેક ખેલાડીને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગયેલા સપોર્ટ સ્ટાફ માટે પણ દોઢ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતાઓ માટે 10 લાખ અને કૉમનવેલ્થના બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓેએ કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ નવ મેડલ જીત્યા હતા. 2021-22માં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement