ભારતમાં નિકાસ માટે ઉત્પાદિત થતી કારમાં છ એરબેગ સુરક્ષા હોય છે

07 September 2022 12:04 PM
India Maharashtra
  • ભારતમાં નિકાસ માટે ઉત્પાદિત થતી કારમાં છ એરબેગ સુરક્ષા હોય છે

વિશ્વમાં 78% કાર મોડેલમાં આ સુવિધા મોજૂદ

મુંબઈ: ટાટા ગ્રુપના પુર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ એ ફરી એક વખત દેશમાં અકસ્માતોની ગંભીરતા પ્રત્યે સરકાર અને દેશના લોકોનું ધ્યાન દોરાયું છે અને માર્ગ- વાહન વ્યવહાર મંત્રી શ્રી નિતીન ગડકરીએ હવેથી કારમાં પાછળની બેઠકમાં મુસાફરી કરતા પ્રવાસી માટે પણ સીટબેલ્ટ બાંધવાનું ફરજીયાત કરવાની જાહેરાત કરી છે

તથા અકસ્માત સમયે ઈજા રોકવા માટે જે એરબેગની વ્યવસ્થા છે તેમાં હજું ભારતમાં આગળની બે બેઠક પરના મુસાફર- ડ્રાઈવર પ્લસ એક મુસાફર ને જ એરબેગ સુરક્ષા મળે છે. પણ ભારતમાં જ ઉત્પાદીત અને વિશ્ર્વમાં નિકાસ કરતા કાર મોડેલમાં આર્જેન્ટીના, બ્રાઝીલ જેવા દેશમાં જયાં ભારતીય કાર નિકાસ થાય છે ત્યાં છ એરબેગ સુવિધા હોય જ છે. જો કે મોટી કારમાં છ એરબેગ માટે ગ્રાહકોએ આગામી સમયમાં કારની વધુ કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે અને હજું તે કારમાં ઉપલબ્ધ બને તે માટે 18 માસ જેટલો સમય લાગી શકે.

હાલની 2 ઉપરાંત 4 વધુ એરબેગ માટે કાર ઉત્પાદનના ખર્ચમાં રૂા.10000 થી રૂા.40000નો વધારો થઈ શકે છે. અમેરિકા, યુરોપ, ચીન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં 78% કાર ઉત્પાદન 6 એરબેગ સાથે થાય છે. ભારતમાં આ સુવિધા ફકત લકઝરી કારના મોડેલમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ફકત આગળ જ નહી અનેક કંપનીઓ અકસ્માત સમયે બન્ને તરફથી પણ એરબેગ સુરક્ષા મળે તેવી એરબેગ સુરક્ષા પણ આપે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement