કચ્છમાં બપોરે 3.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો

07 September 2022 05:30 PM
kutch Rajkot
  • કચ્છમાં બપોરે 3.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો

રાજકોટ,તા.7
કચ્છની ધરા વારંવાર ભૂકંપના કારણે ધ્રજે છે. ત્યારે આજે બપોરે અઢી કલાકે, ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના પગલે લોકો થોડીવાર માટે ભયભીત બની ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બપોરે અઢી વાગ્યા આસપાસ કચ્છમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 14 કી.મી. દુર નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, સપ્તાહ અગાઉ જ સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે ફરી આજે સપ્તાહ બાદ કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા ફફડાટની લાગણી ફેલાઇ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement