જલઝીલની એકાદશી એવં વામન જયંતિની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દ્વારા ઉજવણી

08 September 2022 10:30 AM
Botad
  • જલઝીલની એકાદશી એવં વામન જયંતિની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દ્વારા ઉજવણી
  • જલઝીલની એકાદશી એવં વામન જયંતિની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દ્વારા ઉજવણી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે જલઝીલની એકાદશી એવં વામન જયંતિ નિમિત્તે બુધવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે 5.45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

જલઝીલની એકાદશી એવં વામન જયંતિ અંતર્ગત શ્રી હરિ મંદિરમાં બપોરે ઠાકોરજીની પ.પૂ. નારાયણમુની સ્વામી, પ.પૂ. દર્શનસ્વામી તથા પ.પૂ. જગતસ્વામી દ્વારા આરતી કરી ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. હજારો ભક્તોએ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ હતો.


Advertisement
Advertisement
Advertisement