ગઢડીયા પ્રા.શાળાના શિક્ષક હિમાંશુ પંડયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

08 September 2022 10:34 AM
Botad
  • ગઢડીયા પ્રા.શાળાના શિક્ષક હિમાંશુ પંડયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

બોટાદ, તા. 8
શ્રી ગઢડીયા પ્રાથમિક શાળાના શિક્ષક એવા હિમાંશુભાઈ પંડ્યાને બોટાદ જિલ્લાના શ્રેષ્ઠશિક્ષક તરીકેનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.
બોટાદ જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાનાજી દેશમુખ ઓડિટોરિયમ બોટાદ ખાતે કરવામાં આવ્યો. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી ની પ્રેરક ઉપસ્થિતિ તેમજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારા મેડમ , ઉપરાંત ચંદુભાઈ સાવલિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ.જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિકભાઇ વડોદરિયા. પૂર્વ જિલ્લા શિક્ષણ નિરીક્ષણ અઘિકારી મનોજભાઈ ઉપાધ્યાય તદુપરાંત શિક્ષણનિરીક્ષક બોટાદ એવા સાગરભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement