જીત બાદ ‘પાગલ’ થઈ ગયેલા પાકિસ્તાનીઓને હારથી રોષે ભરાયેલા અફઘાનીઓએ ખુરશીથી ધોકાવ્યા !

08 September 2022 11:35 AM
India Sports World
  • જીત બાદ ‘પાગલ’ થઈ ગયેલા પાકિસ્તાનીઓને હારથી રોષે ભરાયેલા અફઘાનીઓએ ખુરશીથી ધોકાવ્યા !

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ વચ્ચે જોરદાર તોફાન: અફઘાનીઓએ સ્ટેન્ડમાં રહેલી ખુરશીઓ ઉખાડીને જીતની ઉજવણી કરી રહેલા પાકિસ્તાનીઓ પર ઘા કરતાં મામલો બીચક્યો

નવીદિલ્હી, તા.8
એશિયાકપની સીઝન હવે વધુ રોમાંચક બની ગઈ છે. ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા રવિવારે ફાઈનલમાં ટકરાશે. આ બધાની વચ્ચે હારનારી ટીમના ચાહકોમાં નિરાશા અને રોષ સાફ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે અફઘાન-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો જેમાં અંતિમ ઓવર સુધી કઈ ટીમ જીતશે તેની ખબર પડી રહી નહોતી. જો કે છેલ્લી ઓવરમાં બે છગ્ગા મારીને પાકિસ્તાને આ મેચ જીતી લીધી હતી. મેચ જીત્યા બાદ પાકિસ્તાનીઓ જાણે કે ગાંડા થઈ ગયા હોય તેવી રીતે સ્ટેન્ડમાં જ હંગામો કરવા લાગ્યા હતા અને જોતજોતામાં અફઘાનિસ્તાનના ક્રિકેટરસિકો ઉપર હુમલો કરી દીધો હતો. આ પછી રોષિત અફઘાનીઓએ વળતો પ્રકહાર કરતાં સામસામી ખુરશીઓ ઉલળી હતી.

મારામારી શરૂ થતાં જ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં જ અફઘાનિસ્તાની ક્રિકેટચાહકોએ ખુરશીઓ તોડવાનું અને ઉખેડવાનું શરૂ કરી દીધં હતું. તેણે ખુરશીઓ ઉખાડીને જીત બાદ પાગલ થઈ ગયેલા પાકિસ્તાનીઓ ઉપર ફેંકી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તોફાન કરનારા ચાહકોના હાથમાં અફઘાનિસ્તાનનો ઝંડો છે. તેરે કપડા અને શરીર ઉપર પણ દેશનો ઝંડો બનાવેલો છે. આ બધા જે રીતે ખુરશીઓ ફેંકી રહ્યા છે ત્યાં ભીડમાં રહેલા અમુક લોકો પાસે પાકિસ્તાની ઝંડો જોવા મળી રહ્યો છે મતલબ સાફ છેકે હાર બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટરસિકોએ પાકિસ્તાનીઓ ઉપર ખુરશીઓ ફેંકી હતી.

વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ લોકો ભડકી ઉઠ્યા છે અને તોફાન કરનારા અફઘાનીઓને જોરદાર ફટકાર લગાવી રહ્યા છે. એક પાકિસ્તાને યુઝર્સે લખ્યું કે આ ગંભીર મુદ્દો છે અને અફઘાનીઓને યોગ્ય વ્યવહાર શીખવવાની બહુ જ જરૂર છે. આ એક ઈન્ટરનેશનલ મેચ છે નહીં કે ગલીક્રિકેટ. આવું કોઈ અન્ય મેચમાં ન બનવું જોઈએ.


Related News

Advertisement
Advertisement
Advertisement