ત્રણ વર્ષ બાદ એલેક્સ હેલ્સની ઈંગ્લેન્ડ ટીમમાં વાપસી: બેરિસ્ટોની જગ્યા લેશે

08 September 2022 11:58 AM
India Sports World
  • ત્રણ વર્ષ બાદ એલેક્સ હેલ્સની ઈંગ્લેન્ડ ટીમમાં વાપસી: બેરિસ્ટોની જગ્યા લેશે

નવીદિલ્હી, તા.8
ઈંગ્લેન્ડે એલેક્સ હેલ્સને ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા આપી છે. તેને ઈજાગ્રસ્ત જોની બેરિસ્ટોની જગ્યાએ વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મોટા શોટ રમવામાં સક્ષમ ઓપનિંગ બેટર હેલ્સને 2019 વર્લ્ડકપ પહેલાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ એ સમયે તેને મેદાન બહારની ઘટના ગણાવી હતી જેના કારણે તેને સસ્પેન્ડ પણ કરાયો હતો. કથિત રીતે તેને બેવાર નશીલા પદાર્થના ઉપયોગ બદલ પોઝિટીવ પણ પકડાયો હતો. હેલ્સને આ મહિને પાકિસ્તાનમાં સાત મેચની ટી-20 શ્રેણી માટે પણ ઈંગ્લેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement