માધાપરમાં થયેલ લોખંડના સળીયાના ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધાપર પોલીસ

08 September 2022 12:54 PM
kutch Crime
  • માધાપરમાં થયેલ લોખંડના સળીયાના ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધાપર પોલીસ

માધાપર,તા. 8 : જે.આર. મોથાલીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ, પોલીસ અધિક્ષક પશ્ર્ચિમ કચ્છ-ભુજ, નાયબ પોલીસ અધિક્ષક, જે.એન. પંચાલ ભુજ વિભાગે પશ્ર્ચિમ કચ્છ-જિલ્લામાં દાખલ થયેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જરુરી સુચના આપેલ જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન એ-પાર્ટમાં ગુનો તારીખ 7-9ના રોજ રજીસ્ટર થયેલ.

જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.જી. પરમારના માર્ગદર્શન હેઠળ માધાપર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. જયંતિલાલ ટી. મહેશ્ર્વરી તથા પો. કોન્સ. રાજેદ્રસિંહ એ. રાઠોડને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે માધાપર મતીયા કોલોનીમાં હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલ વાડામાં સદર ચોરીમાં ગયેલ મુદ્દામાલ લોખંડના સળીયા પડેલ છે જેથી તુરંત વર્કઆઉટ કરી સદર જગ્યાએ જઇ જોતા મજકુર ઇસમો તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ પડેલ હોઇ

જેથી મજકુર ઇસમોને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમોએ ચોરી કર્યા અંગેની કબુલાત આપેલ હોઇ જેથી સદર ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.આરોપીઓ એજાજ સતાર મોગલ ઉ.વ.23 સીતારા ટોકીઝ પાછળ, સોનીવાડી, નવાવાસ, માધાપર તા. ભુજ, મહેશ લાલજી જોગી ઉ.વ.19 રહે. મીતીયા કોલોની, હનુમાનજીના મંદિરની બાજુમાં જુનાવાસ માધાપર તા. ભુજનો સમાવેશ થાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement