રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત

08 September 2022 03:58 PM
Rajkot Sports
  • રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત
  • રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત
  • રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત
  • રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત
  • રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ : હોકી-સ્વિમિંગના 2600થી વધુ ખેલાડીઓ બતાવશે કૌવત

► ખેલાડીઓ ઉપરાંત નામાંકિત કોચ-અધિકારીઓ બનશે રાજકોટના મહેમાન

► બોલિવૂડ સ્ટાર આર.માધવનનો પુત્ર વેદાંત માધવન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્વિમર સજ્જન પ્રકાશ, હરિ નટરાજન, માના પટેલ, આર્યન નેહરા, અંશુલ કોઠારી, દેવાંશ પંચાલ, કલ્યાણી સક્સેના સહિતના તરણવીરો વિવિધ કેટેગરીની સ્પર્ધામાં લેશે ભાગ

► 2થી 9 ઑક્ટોબર વચ્ચે સ્વિમિંગની 51 જેટલી તો હોકીમાં વિવિધ કેટેગરી હેઠળ રમાશે કાંટે કી ટક્કર સમા મુકાબલા: 14 સપ્ટેમ્બરે ધોરાજી અને પડધરી ખાતે મેસ્કોટનું પ્રદર્શન, નેશનલ થીમ સોંગ, ફિટ ઈન્ડિયા ઓથ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે

રાજકોટ, તા.8
ગુજરાતને પહેલીવાર નેશનલ ગેમ્સની યજમાની મળી છે જેના કારણે તા.2થી 9 ઑક્ટોબર દરમિયાન આખા રાજ્યમાં અનેરો રમતોત્સવ ઉજવાશે ત્યારે રાજકોટને પણ બે ગેમ્સનું યજમાનપદ મળ્યું હોવાથી તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે હૉકી અને સ્વિમિંગ ટૂર્નામેન્ટની વિવિધ કેટેગરીની રમતોમાં 2600 જેટલા ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. આ ખેલાડીઓમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં દેશ-રાજ્યનું નામ રોશન કરી ચૂકેલા ખેલાડીઓ પણ ભાગ લેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્વિમિંગ ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો આ ટૂર્નામેન્ટ રેસકોર્સના સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પલેક્સમાં રમાશે. ખેલાડીઓને કોઈ જ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્વિમિંગ પુલનું અત્યારથી જ રિનોવેશન, ફિલ્ટર પ્લાન્ટનું મેન્ટેનન્સ, કલરકામ, ફ્લોરિંગ, લાઈટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી નેશનલ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થયેલા 500થી વધુ તરણવીરો ભાગ લેશે.

આ તરણવીરોમાં ફિલ્મસ્ટાર આર.માધવનના પુત્ર વેદાંત માધવન ઉપરાંત આંતરરાષ્ટ્રીય તરણવીરો સજ્જન પ્રકાશ, શ્રી હરિ નટરાજન, ગુજરાતના સ્ટાર સ્વિમર માના પટેલ, આર્યન નેહરા, અંશુલ કોઠારી, દેવાંશ પંચાલ, કલ્યાણી સહિતના ખેલાડીઓ ભાગ લેશે. 2થી 8 ઑક્ટોબર દરમિયાન રમાનારી સ્વિમિંગની ટૂર્નામેન્ટમાં 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર તેમજ 1500 મીટર ફ્રી-સ્ટાઈલ, 50, 100, 200 મીટર બેકસ્ટ્રોક, બટરફ્લાય ગેમ્સ તેમજ 9 ટીમ વચ્ચે વોટર પોલો રમાશે.

જ્યારે ગુજરાત હોકી ટીમના કોચ અને કેમ્પના કો-ઓર્ડિનેટર મહેશ દિવેચાએ જણાવ્યું કે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ઉપર તા.10 સપ્ટેમ્બરથી હોકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ગુજરાતના ટોચના 30 જેટલા બોયઝ અને 30 ગર્લ્સ ખેલાડીઓ ભાગ લેશે.

આ તામને હોકી રમતના નિષ્ણાત કોચ આર.વી.એસ.પ્રસાદ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે સહયોગી તરીકે ફ્રાન્સીસ પરમાર, મહેશ દિવેચા, દીપક સાવંત સહિતના પણ સેવા આપશે. આ કેમ્પમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રિતુ રાની સહિતના પણ સામેલ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની હૉકી ખેલાડી મુસ્કાન કુરેશી-રીતુ ધીંગાણી દિલ્હીમાં હૉકી ટૂર્નામેન્ટનું કરશે અમ્પાયરિંગ
રાજકોટના ખેલાડીઓ અલગ-અલગ રમતોમાં શહેર-રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે તેમાં વધુ એક પીછું ઉમેરાયું છે. આમ તો દરેક ખેલાડીનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી ટૂર્નામેન્ટમાં રમીને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તેમજ અમ્પાયરિંગ કરવા ઉપરાંત કોચ બનવાની ઈચ્છા હોય છે ત્યારે રાજકોટની બે યુવા મહિલા નેશનલ હોકી ખેલાડી મુસ્કાન કુરેશી અને રીતુ ધીંગાણીની પસંદગી ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં અમ્પાયરિંગ માટે થઈ છે.

છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરી રહેલી મુશ્કાન અને રીતુ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમણે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં તેઓ ગુજરાત વતી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. આ બન્ને કોચ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ અમ્પાયરિંગ માટે પણ પ્રેક્ટિસ કરતી હતી. હોકી ફેડરેશન દ્વારા અમ્પાયરિંગ માટે લેવાતી પરીક્ષામાં પાસ થતાં ‘ખેલો ઈન્ડિયા-2022’માં દિલ્હી ખાતે અમ્પાયરિંગ માટે બન્નેની પસંદગી કરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement