IPL માં દિલ્હી વતી રમી ચૂકેલા ક્રિકેટરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ !

09 September 2022 11:28 AM
India Sports
  • IPL માં દિલ્હી વતી રમી ચૂકેલા ક્રિકેટરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ !

નવીદિલ્હી, તા.9
નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીમ લામીછાનેને કેરેબિયન પ્રિમીયર લીગ (સીપીએલ) છોડીને દેશ પરત ફરવું પડ્યું છે. સંદીપ ઉપર સગીરા પર બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો છે. આ પછી નેપાળની એક જિલ્લા અદાલતે લામિછાને વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.

નેપાળ ક્રિકેટ બોર્ડે પણ બળાત્કારના આરોપ બાદ સંદીમ લામીછાનેને સસ્પેન્ડ કરી દીધો છે. અત્યારે લામીછાને સીપીએલમાં જમૈકા તલ્લાવાહ ટીમ વતી રમી રહ્યો છે. લામીછાનેને નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન પાછલા વર્ષે જ બનાવાયો હતો. તે આઈપીએલ-2018 અને 2019માં દિલ્હી કેપિટલ્સ વતી રમી ચૂક્યો છે. બળાત્કારનો આરોપ મુકાતાં લામીછાનેએ કહ્યું કે તે નિર્દોષ છે.

તેણે કહ્યું કે મેં સીપીએલમાંથી રજા લઈને નેપાળ પરત આવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ નિરાધાર આરોપોનો સામનો કરવા માટે તૈયાર છું. સંદીપ ઉપર 17 વર્ષની સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. સગીરાએ પોતાના વાલી સાથે આ સપ્તાહની શરૂઆતમાં સંદીપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સંદીપ ઉપર આરોપ છે કે તેણે ઑગસ્ટ મહિનામાં કાઠમાંડુની એક હોટેલમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરની ફરિયાદના આધારે કાઠમાંડુ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. 22 વર્ષીય સંદીપે નેપાળ વતી 30 વન-ડે અને 40 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વન-ડેમાં તેણે 69 તો ટી-20માં તેના નામે 78 વિકેટ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement