ઉના પોલીસનાં પેટ્રોલીંગમાં બાઈક ચોર ઝડપાયો: ત્રણ ચોરાઉ બાઈક જપ્ત

09 September 2022 11:48 AM
Porbandar Crime
  • ઉના પોલીસનાં પેટ્રોલીંગમાં બાઈક ચોર ઝડપાયો: ત્રણ ચોરાઉ બાઈક જપ્ત

ઉના-દિવમાંથી બાઈક ઉઠાવ્યાની કબુલાત આપી

ઉના,તા.9 : ઊના શહેર માંથી વારંવાર બાઇક ચોરીના બનાવો બનતા હોય આ વાહન ચોરોને ઝડપી પાડવા સતત પોલીસ દ્રારા વોચ રખાતા શહેરના સરકારી દવાખાના પાસે ખીમજી ઉર્ફે ખીમો બાબુભાઇ કામળીયા રહે.ઉના ભીમપરા ચોરા પાસે બાઇક લઇને નિકળતા ગીરસોમનાથ જીલ્લા એસ સી બી બ્રાન્ચ દ્રારા રોકાવી બાઇકની નંબર પ્લેટ અંગે પુછપરછ કરતા અને ઓનલાઇન તપાસ કરતા આ બાઇક માલીક ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા રહે.વરસીંગપુર વાળાનું હોવાનું ખુલતા બાઇક ચાલક ખીમજી ઉર્ફે ખીમો કામળીયા સામે ચોરી અંગેનો ગુન્હો નોધી વધુ પુછપરછ હાથ ધરતા આ શખ્સના કબ્જા માંથી વધુ ત્રણ વાહનો ચોરીના કબ્જે કર્યા હતા. જેમાં હિરો સ્પેન્ડર ઉના તળાવ પાસે આનંદ વાટીકા ચોક પાસેથી, સીડી હોન્ડા નં.જીજે 11 6998 ગનીમાર્કેટ પાસેથી તેમજ હિરોકંપનીનુ માઇસ્ટ્રો બ્લે કલરની બાઇક દિવ-ઘોઘલા મુકામેથી ત્રણેક વર્ષ પહેલા ચોરી કરી હોવાનું કબુલાત કરતા એલ સી બી પોલીસે ત્રણ બાઇક કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરેલ છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ શખ્સે વધુ બાઇક વાહન ચોરી કરી હોય અને આખી ટોળકી બાઇક ચોરીમાં સામેલ હોવાની સંકાના આધારે તપાસ હાથ ધરી છે..


Related News

Loading...
Advertisement
Advertisement