બગસરાનાં જૂના વાઘણીયામાં બોગસ તબીબ ઝડપાયો: દવાનો જથ્થો જપ્ત

09 September 2022 12:43 PM
Botad
  • બગસરાનાં જૂના વાઘણીયામાં બોગસ તબીબ ઝડપાયો: દવાનો જથ્થો જપ્ત

(સમીર વિરાણી) બગસરા,તા.9 : એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી જુના વાઘણીયા ગામે, ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાધજીભાઇ ગઢીયાનાં રહેણાંક મકાન ભાડેથી રાખી બાવાજી કલીનિક નામનું ગેરકાયદેસર દવાખાનુ કે કલીનિક ચલાવતા હોય, જે અન્વયે સદરહુ જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, બગસરા તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-59 કુલ કિ.રૂ।.15,085.33 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે...


Advertisement
Advertisement
Advertisement