રવિન્દ્ર જાડેજાએ ટ્રેનિંગ સમયે ખોટું જોખમ લેતા ઇજા થઇ હતી : ક્રિકેટ બોર્ડ ધુંઆપુંઆ

09 September 2022 03:42 PM
Sports
  • રવિન્દ્ર જાડેજાએ ટ્રેનિંગ સમયે ખોટું જોખમ લેતા ઇજા થઇ હતી : ક્રિકેટ બોર્ડ ધુંઆપુંઆ

► જડ્ડુના જમણા ઘુંટણની ઇજાનું રહસ્ય ખુલ્યુ

મુંબઈ: એશિયાકપમાં ભારતીય ટીમના ફાઈનલમાં નહી પહોચી શકવાના અને ખાસ કરીને પાકિસ્તાન સામેના પરાજયનો આંચકો ટીમ ઈન્ડીયાના કરોડો ક્રિકેટ ચાહકો હજું પચાવી શકયા ન હતા ત્યાં જ ટીમ માટે મહત્વના પુરવાર થયેલા ઓલરાઉન્ડર ઈજાના કારણે ફકત એશિયાકપના જ બાકીના મેચ નહી પરંતુ ટી20 વર્લ્ડકપ જે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે

► ટ્રેનીંગ મેન્યુઅલમાં સામેલ નહી તેવી સ્કી-બોર્ડ એકટીવીટીમાં બેલેન્સ ગુમાવ્યું હતું

તે પણ ગુમાવશે તે નિશ્ચીત થતા જ એક તરફ ટીમમાં બેલેન્સનો જબરો આંચકો લાગ્યો છે પણ રવિન્દ્ર જાડેજાની આ ઈજા ઓન ફીલ્ડ નહી ઓફ ફિલ્ડ હોવાનું જાહેર થતા ટીમના કોચ રાહુલ દ્રવિડ અને બોર્ડના અધિકારીઓ તથા પસંદગી સીમીત પણ આશ્ચર્ય વ્યક્ત કરી રવિન્દ્રએ આ મહત્વના સમયે શા માટે ઈજા થાય તેવું ‘જોખમ’ લીધુ તે પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે. ટીમ એશિયા કપ માટે દુબઈમાં હતી

► જોખમના કારણે એશિયા કપમાં જાડેજાની ગેરહાજરી નડી ગઇ અને ટી-20 વર્લ્ડકપમાં પણ હવે ઓલરાઉન્ડરનું સ્થાન ભરવું મુશ્કેલ

તે સમયે જાડેજાને પાણી આધારીત ટ્રેનીંગ માટે ખાસ કરીને હોટેલની જ બેક-વોટર ફેસેલીટીમાં ટ્રેનીંગમાં જવા કહેવાયું હતું. જાડેજાએ ટ્રેનીંગ મેન્યુલમાં ન હોય તેવી સ્કી-બોર્ડ આધારીત એડવેન્ચર એકટીવીટી કરતા તે બેલેન્સ જાળવી શકયો નહી અને તેના ઘૂટણમાં ઈજા કરી બેઠો. વાસ્તવમાં આ પ્રકારની એકટીવીટીનો જોખમ લેવાની તેણે જરૂર જ ન હતી. જાડેજાએ બાદમાં મુંબઈ આવીને સર્જરી કરાવી હતી. હવે તે ટી20 વર્લ્ડકપ રમી શકશે નહી. બોર્ડના અધિકારીએ રવિન્દ્ર જાડેજાએ જે ખોટું ‘જોખમ’ લીધુ તેનો જવાબ હવે જાડેજા પાસેથી માંગી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement