અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ રન

09 September 2022 05:56 PM
Ahmedabad Maharashtra
  • અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ રન

અમદાવાદને મેટ્રો ઉપરાંત વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની ભેટ : ટુંક સમયમાં જ ટ્રેન ચાલુ થશે: અમદાવાદવાસીએ એક દી’માં અમદાવાદથી મુંબઇ જઇ પાછા આવી શકશે

અમદાવાદ,તા.9 : અમદાવાદમાં આ મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થવાની ખુશખબર વચ્ચે વધુ એક ખુશ ખબર અમદાવાદ માટે એ આવી છે કે ટુંક સમયમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે સ્વદેશી ઝડપી ટ્રેન વંદે ભારત એકસપ્રેસ દોડશે. આ ટ્રેન 130 કિ.મી.ની ઝડપે દોડીને યાત્રીઓને 6 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોેંચાડી દેશે. આ ટ્રેનની ફુલ લેન્થ ટ્રાયલ કરવામાં છે. પરીક્ષણ બાદ ટુંક સમયમાં લોકોને આ ટ્રેનનો લાભ મળવો શરૂ થઇ જશે.

આ ટ્રેનની ઝડપ એટલી છે કે એક જ દિવસમાં મુસાફર આ ટ્રેનમાં મુંબઇ-અમદાવાદ આવી જઇ શકશે. અહેવાલો મુજબ આ ટ્રેન અમદાવાદથી સવારે 7.25 વાગ્યે ઉપડશે જે 13.30 વાગ્યે મુંબઇ પહોંચાડશે. આ ટ્રેન મુંબઇથી 14.40 વાગ્યે ઉપડીને 21.05 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. એટલેકે, સવારે અમદાવાદથી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનમાં મુંબઇ ગયેલી વ્યકિત રાત્રે 9 વાગ્યે અમદાવાદ પાછી ફરી શકશે.

આ ટ્રેન અમદાવાદથી મુંબઇનું 491 કિ.મી.નું અંતર આ ટ્રેન એક માત્ર વડોદરા સ્ટેશને જ સ્ટોપ કરશે વંદે ભારત અંતર્ગત 300 ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે. દેશની ત્રીજી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન અમદાવાદ મુંબઇ વચ્ચે દોડતી થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનનું રાજયના અન્ય ભાગોમાં 180 કીમી.ની ગતિએ પરીક્ષણ કરાયું હતું. પરંતુ અમદાવાદ મુંબઇ વચ્ચેના રૂટમાં સેફટી વિભાગનું કિલયરન્સ ન હોવાથી હાલ આ ટ્રેન 130 કિ.મી.ની ઝડપે દોડાવાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement