બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

10 September 2022 10:00 AM
India Sports
  • બે મેચ હારીને ટીમ ખરાબ નથી થઈ જતી; મેચ છેલ્લા બોલ સુધી લઈ ગયા એ તો જૂઓ: દ્રવિડ

એશિયા કપમાં થયેલા ખરાબ પ્રદર્શન બાદ કોચ દ્રવિડનો બોલ્ડ અવતાર

નવીદિલ્હી, તા.10

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો અત્યંત ગંભીર અવતાર જોવા મળી રહ્યો છે. સંજય માંજરેકર સાથે એક ઈન્ટરવ્યુમાં દ્રવિડે ભારપૂર્વક કહ્યું કે બે પરાજય થયા બાદ આખી ટીમ ખરાબ છે તેવું કહેવું વ્યાજબી નથી.

એશિયા કપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જોર આપતાં કહ્યું કે ટીમ આ પ્રકારના પરાજય બાદ વધુ પડતું ટેન્શન લેવાની કોશિશ નથી કરતી. ટી-20 ફોર્મેટ નાના અંતરની રમત છે અને ટીમને કપરી પરિસ્થિતિઓ છતાં મેચને અંતિમ ઓવર સુધી લઈ જવાનું શાનદાર કામ કર્યું છે.

દ્રવિડે ભારતના પૂર્વ બેટર સંજય માંજરેકરને અફઘાન વિરુદ્ધ મેચ પહેલાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે રમતને અંતિમ બોલ સુધી લઈ ગયા છે. હું એક બહાનાના રૂપમાં વાત નથી કરી રહ્યો. મને હજુ પણ લાગે છે કે હારેલી મેચોમાં કમ સે કમ એક લાઈન પર હોવું જોઈતું હતું પરંતુ અમારે હજુ પણ શીખવાનું છે.

અમે પરફેક્ટ નથી રહ્યા. માત્ર એટલા માટે જ કેમ કે અમે મેચ ગુમાવી છે. જો કે આ બધાનો મતલબ એવો નથી નીકળી રહ્યો કે અમે એક ખરાબ ટીમ છીએ. અમે પાછલા નવ મહિનાથી શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છે. અમુક ઈજાઓ અને બીમારીને કારણે ટીમનું સંતુલન બગડી રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement