રાપરના રામવાવમાં આવેલ પેટ્રોલ પંપમાંથી 78 હજારની ચોરી

10 September 2022 12:30 PM
kutch
  • રાપરના રામવાવમાં આવેલ પેટ્રોલ પંપમાંથી 78 હજારની ચોરી

(ગની કુંભાર) ભચાઉ તા.10 : રાપર તાલુકાના રામવાવમાં લાઈટ બંધ કરીને તસ્કરે પેટ્રોલ પંપમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 8ના રાત્રિના 8.45 વાગ્યાના અરસામાં જય માતાજી પેટ્રોલ પંપ ખાતે બન્યો હતો.

કોઈ અજાણ્યા તસ્કરે લાઈટનો ઘોડો બંધ કરીને વીજ પ્રવાહ બંધ કરી નાખ્યો હતો. બાદમાં સી.સી. કેમેરામાં કેબલો પણ તોડી નાખ્યા હતા. લાઈટ બંધ થતાં અંધારામાં એક શખ્સ આવતો દેખાયો હતે જેથી ડરના કારણે નાઈટમાં ફિલર તરીકે રહેલો અલ્તાફ પંપની પાછળ વાડીમાં છુપાઈ ગયો હતો.

વીજ પ્રવાહ બંધ થયા બાદ અજાણ્યો તસ્કર ઓફિસમાં આવી ખાનામાંથી રોકડા રૂા. 78000ની ચોરી કરી નાસી ગયો હતો. ખાનામાં રૂા.58 હજાર પેટ્રોલ-ડીઝલના વેચાણના અને 20 હજાર સિલકની રકમ રાખી હતી. નવતર પ્રકારે ચોરીના બનાવને અંજામ અપાતાં ચકચાર પ્રસરી છે. પોલીસે મેનેજર નવલસિંહ બળવંતસિંહ સોઢાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


Advertisement
Advertisement
Advertisement