દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

10 September 2022 03:30 PM
Sports
  • દેશના ગદ્દારો: પાકિસ્તાનની ભારત સામે જીત બાદ કર્ણાટકના ત્રણ યુવકોએ કરી ઉજવણી !

ત્રણેય મુસ્લિમ યુવકો સામે ગુનો નોંધાયો: એશિયા કપમાં પાકિસ્તાનની જીત બાદ ઉજવણીનો ફોટો વોટસએપ સ્ટેટસ પર કર્યો’તો શેર

નવીદિલ્હી, તા.10 : ભારતમાં રહેતો દરેક શખ્સ આમ તો પોતે દેશભક્ત અને સાચો ભારતીય હોવાનો દાવો કરે છે પરંતુ દેશમાં જ અમુક એવા લોકો પણ છે જેઓ પોતાને દેશભક્ત તો ગણાવે છે પરંતુ તેમના દિલમાં પાકિસ્તાન જ ભરેલું છે ! પાકિસ્તાન જે ભારતથી અલગ થયા બાદ ભારત પાસેથી જ જમીન અને પૈસા લઈને ભારતની તબાહી માટે નાપાક ચાલ ચાલ્યે રાખે છે અને ભારતમાં રહેતાં અમુક પાકિસ્તાની ભક્ત આ કામમાં તેની મદદ પણ કરે છે.

આવા જ લોકો ઉપર પોલીસે ગાળિયો નાખ્યો છે. કર્ણાટકના કોલરમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરવાના બદલામાં ત્રણ મુસ્લિમ યુવકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોલરમાં આર.વેંકટેશપ્પા નામના યુવકની ફરિયાદના આધારે કોલર પોલીસે આ ગુનો નોંધ્યો છે. અહેવાલો અનુસાર એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા મુકાબલામાં પાકિસ્તાનની જીત બાદ ત્રણ મુસ્લિમ યુવકોએ વોટસએપ સ્ટેટસ શેયર કર્યા હતા જેનો સ્ક્રીનશોટ લઈને ફરિયાદીએ પોલીસને આપ્યો છે.

પોલીસે ત્રણેય યુવકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ લોકો ક્રિકેટ મુકાબલામાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ લોકો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે ત્યારે કઈ બાજુ ઉભા રહેશે ? શું આ લોકો ભારતમાં જ રહીને દેશને અંદરથી નબળો પાડવાની કોશિશ કરી રહ્યા છે ? શું આ લોકોને દેશદ્રોહી ન ગણવા જોઈએ ? કેમ કે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર દૂર્ઘટનામાં નિધન થયા બાદ અમુક દેશવાસીઓએ તેની ઉજવણી કરી હતી !!


Related News

Advertisement
Advertisement
Advertisement