ટીમ ઈન્ડિયાના વિમેન્સ ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિને રણજી ક્રિકેટર અર્જુને ઘૂંટણ પર બેસી કર્યું પ્રપોઝ !

12 September 2022 01:18 PM
Sports
  • ટીમ ઈન્ડિયાના વિમેન્સ ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિને રણજી ક્રિકેટર અર્જુને ઘૂંટણ પર બેસી કર્યું પ્રપોઝ !

નવીદિલ્હી, તા.12 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસે છે. ત્યાં ટીમ ટી-20 શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમની સ્ટાર ઑલરાઉન્ડર વેદા કૃષ્ણમૂર્તિ આ પ્રવાસે ગઈ નથી. જો કે અત્યારે તે ચર્ચાઓમાં જરૂર છે. વેદાને કર્ણાટકના રણજી ક્રિકેટર અર્જુન હોએસલાએ પહાડો વચ્ચે જઈને ખૂબસુરત વાદીઓ વચ્ચે પ્રપોઝ કર્યું હતું જેનો વેદાએ હરખભેર સ્વીકાર કર્યો છે. અર્જુને ખુદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શષયર કરી આ અંગેની જાણકારી આપતાં અનેક તસવીરો શેયર કરી છે. અર્જુને પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે વેદાએ હા પાડી છે. પ્રપોઝ વખતે વેદા ભરોસો કરી શકી નહોતી પછી બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી અને મધમીઠું હગ આપ્યું હતું. આ તસવીરો સામે આવતાં જ અન્ય મહિલા ક્રિકેટરે પણ વેદાને જિંદગીની આ નવી ઈનિંગ બદલ શુભકામના પાઠવી છે. સોશ્યલ મીડિયા પર આ તસવીરો અત્યારે જોરદાર વાયરલ થઈ રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement