ગુજરાતના યાત્રાધામો બન્યા વધુ સુવિધાયુક્ત

12 September 2022 05:31 PM
Dharmik Government Gujarat
  • ગુજરાતના યાત્રાધામો બન્યા વધુ સુવિધાયુક્ત

અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શો : પાવાગઢ શિખર પર 500 વર્ષ બાદ ધ્વજારોહણ : તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી

ગુજરાતના પ્રવાસન વિભાગે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પગલાં લીધા છે. છેલ્લા 20 વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે કાઠું કાઢ્યું છે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને નિહાળવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે. સાથે જ કચ્છમાં યોજાતો રણોત્સવ, વાયબ્રન્ટ ગુજરાત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ગિર અભયારણ્ય વગેરે જેવા પ્રવાસન આકર્ષણો અનેક પ્રવાસીઓને ગુજરાત ખેંચી લાવે છે.

ગુજરાત સરકાર હવે રાજ્યના યાત્રાધામોમાં પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં યાત્રાધામોના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી મંદિર સહિતનાં યાત્રાઘામના સ્થળોએ સુવિધાઓ વિકસાવામાં આવી છે.

અંબાજી ખાતે એક જ સ્થળે 51 શક્તિપીઠની પરિક્રમા
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

પાવાગઢ ખાતે મા કાલિકાના મંદિર પર 500 વર્ષ બાદ ધ્વજારોહણ
પાવાગઢ ખાતે કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવારૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.

તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી
પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈ, 2022ના રોજ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.


Related News

Loading...
Advertisement
Advertisement