196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન

12 September 2022 05:44 PM
Rajkot Dharmik
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન
  • 196મી સુપાર્શ્વનાથ દાદાની જાજરમાન રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દિવ્ય દર્શન

મણિયાર દેરાસરે પૂ.પં.શ્રી સત્યબોધિ વિ.મ. આદિની નિશ્રામાં ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદીપભાઈ શાહ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું: ‘જૈનં જયતી શાસનમ્’ના નાદ સાથે રાજકોટના મુખ્ય માર્ગો પરથી નીકળેલી રથયાત્રાના દર્શનાર્થે ભાવિકો ઉમટયા: માંડવી ચોક સંઘ દ્વારા યોજાયેલ સ્વામિ વાત્સલ્ય સંઘ જમણનો લાભ લેતા હજારો ભાવિકો

196 વર્ષ પ્રાચીન તીર્થધામ શ્રી સુપાર્શ્વનાથ જિનાલયમાં બિરાજતા શ્રી સુપાર્શ્વનાથ દાદાની રથયાત્રા રાજાશાહી વખતથી નીકળે છે. ગઈકાલે 196મી રથયાત્રાનું ભવ્યાતિત આયોજન કરવામાં આવેલ હતું. ગઈકાલે મણિયાર દેરાસરેથી સવારે 8-30 કલાકે ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદીપભાઈ શાહની પાવન ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે રાજકોટના તમામ મૂર્તિપૂજક જૈન સંઘોના પદાધિકારીઓ, શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજયના પૂર્વ મુખ્યમંત્રી તથા જૈન શ્રેષ્ઠી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

બેન્ડ-વાજાના સૂરોથી વાતાવરણ દિવ્ય બન્યું હતું. જૈનં જયતિ શાસનમ્ના નાદ સાથે શ્રી સુપાર્શ્વનાથ દાદાની રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.શોભાયાત્રામાં 111 બેડાધારી બહેનો કળશ સાથે સામેલ થયા હતા. રાજકોટના વિવિધ જૈન સંઘોના પારણાના લાભાર્થીઓ પારણા લઈને રથયાત્રામાં જોડાયા હતા. 15 વિકટોરીયા ગાડીમાં પ્રભુજી પારણું લઈને લાભાર્થી બિરાજમાન થયા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર ચોકે-ચોકે રંગોળી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર સરબત-છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રથયાત્રા મણિયાર દેરાસરથી પ્રસ્થાન થઈને જયુબેલી બાગ, પરાબજાર, નાગરિક બેંક, ઢેબર રોડ, ત્રિકોણ બાગ, કોર્પોરેશન ચોક, આશાપુરા રોડ, પેલેસ રોડ, કોઠારીયા નાકા, સોની બજાર થઈને સુપાર્શ્વનાથ જિનાલયે રથયાત્રા સંપન્ન થઈ હતી ત્યારબાદ રાજકોટમાં વસતા મૂર્તિપૂજક જૈનોનો સ્વામિવાત્સલ્ય સંઘ જમણ યોજાયું હતું. જૈનો લાભ હજારો ભાઈ-બહેનોએ લીધો હતો. રાજકોટ માંડવી ચોક સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, ક્ધવીનર અરૂણભાઈ દોશી, દીલીપભાઈ ટોળીયા, દિપક મહેતા, શ્રેણિક દોશી વગેરે તેમજ જીતુભાઈ મારવાડી, કેતન વોરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ઉપરોકત તસ્વીરમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદીપભાઈ શાહ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાથે પૂ. પન્યાસ શ્રી સત્વબોધિવિજયજી મહારાજ તથા જીતુભાઈ ચા વાળા, પંકજભાઈ કોઠારી વગેરે જોવા મળે છે. બીજી તસ્વીરમાં રથને અક્ષતથી વધાવતા અગ્રણીઓ, ત્રીજી તસ્વીરમાં પ્રભુજી પારણું લઈને બગીમાં બિરાજમાન લાભાર્થીઓ, ચોથી તસ્વીરમાં જૈનૈ અગ્રણીઓ જીતુભાઈ ચા વાળા, પંકજભાઈ કોઠારી, યુનિ. રોડ, સંઘના અનીષભાઈ વાધર, નિલેશ કોઠારી, પ્રકાશ કોઠારી, ઉમેશભાઈ શેઠ, જીતુભાઈ મારવાડી વગેરે જોવા મળે છે. પાંચમી તસ્વીરમાં રથયાત્રાનું અભિવાદન કરતા રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, તથા છેલ્લી તસ્વીરમાં કળશધારી બહેનો નજરે ચડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement