ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાને નવ વિકેટે કચડતું ઈંગ્લેન્ડ: સતત ચોથી શ્રેણીમાં આપ્યો પરાજય

13 September 2022 10:55 AM
Sports
  • ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાને નવ વિકેટે કચડતું ઈંગ્લેન્ડ: સતત ચોથી શ્રેણીમાં આપ્યો પરાજય

મેન ઑફ ધ સિરીઝ કેપ્ટન બેન સ્ટોક્સનું શાનદાર પ્રદર્શન: પહેલી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડે વાપસી કરતાં બન્ને ટેસ્ટ જીતી શ્રેણી પર કર્યો કબજો

નવીદિલ્હી, તા.13

ઈંગ્લેન્ડે આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે ઓવલમાં રમાયેલા અંતિમ મુકાબલાને નવ વિકેટે પોતાના નામે કરી લીધો છે. આફ્રિકી ટીમ લોર્ડસમાં પહેલી ટેસ્ટ જીતી હતી. ત્યારપછી બેન સ્ટોક્સની આગેવાનીવાળી ઈંગ્લીશ ટીમે શાનદાર વાપસી કરતાં આગલી બન્નેટેસ્ટ પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે મેન્ચેસ્ટરમાં બીજી ટેસ્ટ ઈનિંગ અને 85 રનથી જીતી હતી.

આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ સતત ચોથી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. તે પાછલીવાર 2012માં ટેસ્ટ શ્રેણી હાર્યું હતું. ત્યારપછીથી આફ્રિકાને તેણે 2015, 2017, 2019માં હરાવ્યું હતું. શ્રેણીમાં જીતનો હિરો બેન સ્ટોક્સ રહ્યો છે જેને મેન ઑફ ધ શ્રેણી તરીકે પસંદ કરાયો છે. તેણે ત્રણ ટેસ્ટની ચાર ઈનિંગમાં 134 રન બનાવ્યા તો 10 વિકેટ ખેડવી હતી.

અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલાં બોલિંગ કરતાં આફ્રિકાને 118 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ પછી પ્રથમ ઈનિંગમાં 158 રન બનાવીને 40 રનની લીડ લીધી હતી. આફ્રિકી ટીમે બીજી ઈનિંગમાં માત્ર 169 રન જ બનાવતાં ઈંગ્લેન્ડને જીત માટે 130 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને તેણે એક વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement