પાકિસ્તાનની હાર પચાવી ન શક્યો રમીઝ રાજા: ભારતીય પત્રકાર સાથે બાખડી પડ્યો

13 September 2022 10:59 AM
India Sports
  • પાકિસ્તાનની હાર પચાવી ન શક્યો રમીઝ રાજા: ભારતીય પત્રકાર સાથે બાખડી પડ્યો

પ્રજા ઘણી નાખુશ છે તેવું પૂછતાં જ રમીઝ ગીન્નાયો’ને પત્રકારનો ફોન ઝૂંટવ્યો

નવીદિલ્હી, તા.13

એશિયા કપના ફાઈનલમાં શ્રીલંકા પાકિસ્તાનનું નાક વાઢીને ચેમ્પિયન બન્યું છે ત્યારે આ હાર પાકિસ્તાનીઓ પચાવી શક્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પ્રમુખ રમીઝ રાજા પણ અત્યારે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો છે. પાકિસ્તાનના પરાજય બાદ રમીઝ રાજા સાથે એક ભારતીય પત્રકારે સવાલ પૂછવાની કોશિશ કરી તો તે ભડકી ઉઠ્યો હતો અને તેણે પત્રકારનો ફોન ઝૂંટવી લીધો હતો.

ભારતીય પત્રકારે રમીઝને કહ્યું કે પ્રજા ઘણી નાખુશ છે. આ સાંભળીને જ રમીઝ ગુસ્સે થઈ ગયો હતો.તેણે કહ્યું કે તમે ભારતથી હશો તો તમારી પ્રજા ઘણી ખુશ થશે. તમે મને આ પ્રકારનો સવાલ ન પૂછી શકો. એટલું કહીં તેણે ફોન ઝૂંટવી લીધો હતો.

પત્રકાર સાથે બેહુદા વર્તનનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને રમીઝ રાજાના વર્તનની ટીકા પણ થઈ રહી છે કેમ કે કોઈ દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ આ રીતે નિવેદન આપે તે નિરાશાજનક વાત છે. રમીઝ રાજા અનેકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષય શ્રેણીની વાત કરી ચૂક્યો છે. તેણે ટ્રાઈ સિરીઝ અને ચાર દેશોની શ્રેણીની વાત પણ કહી હતી પરંતુ બીસીસીઆઈ આ વાતને લઈને સહમ નથી. જો કે રમીઝ રાજા ભારતના પત્રકારોનું સન્માન કરી શકતો નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement