ભુજમાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલો યુવાન જૂનાગઢથી મળ્યો: પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

13 September 2022 12:13 PM
kutch Crime
  • ભુજમાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલો યુવાન જૂનાગઢથી મળ્યો: પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ,તા.13
જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયાં તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે,એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

કચ્છ જિલ્લાના ભુજ ખાતે મહાપ્રભુ નગર, માધાપર વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ રાણસિંહ સોઢાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના ભાઈ દશરથસિંહ રાણસિંહ સોઢા (ઉવ. 25) ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાની અને ગુમ થવા અંગેની જાણ કરવામાં આવેલ હતી. જે બાબતની તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુમ થનાર દશરથસિંહ સોઢા દ્વારા ગૂગલ પે દ્વારા જૂનાગઢ ભવનાથ તળેટીમાં પેમેન્ટ કરેલ હતું.

જે અંગેની માહિતી જૂનાગઢ પોલીસને મળતાં, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા, હે.કો. કમલેશભાઈ, રાજુભાઈ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ, સહિતની ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, જીટીપીએલ ચેનલના શૈલેષભાઈ, દશરથસિંહના સગા રવિરાજસિંહ, સહિતના જીટીપીએલ સ્ટાફ દ્વારા જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ પાસેથી ગુમ થનાર દશરથસિંહ સોઢા નામના યુવાનને શોધી કાઢવામાં આવેલ હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્ર સિંહ ભાટી, જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા, હે.કો. કમલેશભાઈ, રાજુભાઈ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે ભુજથી ફરવા માટે ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયેલાની અને ભવનાથ ફરવા આવી, ગિરનાર ઉપર દત્તાત્રેયના દર્શન કરેલાની તેમજ અહિયાં જૂનાગઢથી દ્વારકા દર્શન કરવા જવાનો હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

તેના પરિવારજનો ભુજ ખાતેથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો તથા જીટીપીએલ ટીમ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા મળી આવેલ દશરથસિંહને માતાપિતાને પૂછ્યા વગર ઘરેથી નહિ નીકળવા અને અભ્યાસમાં ધ્યાન આપવા સલાહ પણ આપવામાં આવેલ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement