અંજારમાં મેડીકલ કેમ્પ યોજાયો

13 September 2022 12:18 PM
kutch
  • અંજારમાં મેડીકલ કેમ્પ યોજાયો

અંજાર,તા.13 : અંજારનાં બિલેશ્વરનગરમાં તથા યમુના પાર્કનાં રામદેવપીર મંદિર ખાતે રામકૃષ્ણ સેવા કેન્દ્ર આદિપુરનાં સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો , જેનો 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. શનિવારે યોજાયેલા કેમ્પમાં નયનાબેન ભટ્ટ, ઉષાબેન આહીર, સુધાબેન દવે, જીતુભાઈ દવે, કોશિશભાઈ શાહ, સુરેશભાઈ છાયા સહયોગી રહ્યા હતા. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન દવાઓ અને આપવામાં આવી હતી. આ તકે રામકૃષ્ણ સેવા કેન્દ્રનાં સ્વામી એ જણાવ્યું હતું કે , દર શનિવારે સંસ્થાનાં પ્રાર્થના કેન્દ્રમાં તથા બિલેશ્વર નગર તથા શહેરના જુદા જુદા શ્રમ વિસ્તારોમાં કચ્છ રેલવે કંપની , મોબાઈલ વાહન તથા મેડિકલ ટીમનાં ડોક્ટરોનો સહયોગ સાંપડ્યો હતો (તસ્વીર: ગની કુંભાર (ભચાઉ)


Advertisement
Advertisement
Advertisement