હવે વોટસએપ ઉપર ‘Online’ દેખાયા વગર બિન્દાસ્ત ચેટિંગ કરી શકશો !

13 September 2022 02:18 PM
India Technology
  • હવે વોટસએપ ઉપર ‘Online’ દેખાયા વગર બિન્દાસ્ત ચેટિંગ કરી શકશો !

કરોડો યુઝર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ફિચર્સ આવી ગયું

નવીદિલ્હી, તા.13
વોટસએપ યુઝર્સ માટે મોટી ખુશખબરી મળી રહી છે. કંપની અંતે એવું ફિચર લાવ્યું છે જેની કરોડો યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નવા ફીચરનું નામ 'who can see when i am online' છે. વોટસએપના આ નવા ફીચરથી યુઝર્સ પોતાના ઑનલાઈન સ્ટેટસને એપ યુઝ કરતી વખતે હાઈડ કરીને રાખી શકશે.

આ પ્રકારનું ઓપ્શન યુઝર્સને વોટસએપ સેટિંગ્સના પ્રાયવસી સેક્શનમાં અપાયેલા 'last seen and online’ ઓપ્શનમાં મળશે. વોટસએપના લેટેસ્ટ અપડેટને ટ્રેક કરનારી વેબસાઈટ વેબિટાઈન્ફોએ આ નવા ફીચરના સ્ક્રીનશોટ પણ શેયર કર્યા છે.

સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે યુઝર લાસ્ટ સીન એન્ડ ઑનલાઈન ઑપ્શનમાં જઈને પોતાના ઑનલાઈન સેટિંગ્સને બદલી શકે છે. લાસ્ટશિનમાં યુઝર્સે પોતાનું લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન ‘એવરીવન’, ‘માય કોન્ટેક્ટસ’, ‘માય કોન્ટેક્સ એક્સેપ્ટ’ અને ‘નોબોડી’ના વિકલ્પ મળશે.

જ્યારે ઑનલાઈન સ્ટેટસ માટે કંપની ‘એવરીવન’ અને ‘સેમ અસ લાસ્ટ સીન’નો ઓપ્શન આપી રહી છે. ‘વુ કેન સી માય લાસ્ટ સીન’માં ‘માય કોન્ટેક્ટસ એક્સેપ્ટ’વાળા ઓપ્શનને સિલેક્ટ કરીને તમે આ નક્કી કરી શકો છો કે તમારા ઓનલાઈન હોવાની જાણકારી કોને મળે અને કોને નહીં.

કંપની અત્યારે આ ફીચરને અમુક પસંદગીના બીટા ટેસ્ટર્સને વોટસએપ એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.22.20.9માં ઓફર કરી રહી છે. વેબિટાઈન્ફોના જણાવ્યા પ્રમાણે અમુક બીટા ટેસ્ટર્સને આ ફીચર 2.22.20.7 બીટા બિલ્ડમાં મળી શકે છે. આશા રખાઈ રહી છે કંપની સફળ બીટા ટેસ્ટીંગ બાદ ગ્લોબલ યુઝર્સ માટે આ ફીચરને આપી દેશે. અત્યારે આ અંગે વધુ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.


Related News

Loading...
Advertisement
Advertisement