કોંગ્રેસ ખત્મ થઈ ગઈ છે: લડાઈ ભાજપ અને ‘આપ’ની છે: કેજરીવાલ

13 September 2022 04:56 PM
Gujarat Politics
  • કોંગ્રેસ ખત્મ થઈ ગઈ છે: લડાઈ ભાજપ અને ‘આપ’ની છે: કેજરીવાલ

અમદાવાદમાં પત્રકાર પરિષદમાં ‘આપ’ના વડાએ બંને પક્ષોને ઝપટમાં લીધા

રાજકોટ તા.13 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્વે જબરો માહોલ સર્જી રહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના વિધાનો પર રસપ્રદ જવાબ આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અંગેના પ્રશ્નમાં હળવા હાસ્ય સાથે કહ્યું કે અમારી સીધી લડાઈ ભાજપ સાથે છે. કોંગ્રેસ ખત્મ થઈ ગઈ છે તે લડાઈમાં કયાંય નથી. શ્રી કેજરીવાલે પંજાબ સરકાર ગુજરાતમાં જે રીતે વિજ્ઞાપન કરે છે તે અંગે કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે તમે કોંગ્રેસ પાસેથી હવે પ્રશ્ન લેવાનું બંધ કરો અને તેના પ્રશ્નોની ચિંતા પણ ન કરો. બીજી તરફ ગઈકાલની ઓટો સવારી અંગે તેઓએ એવું કહ્યું કે મુખ્યમંત્રી ઓટોમાં જાય તો શા માટે સુરક્ષા ન આપી શકાય. વાસ્તવમાં તેઓ અમને રોકવા માંગતા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement