રોડ સેફ્ટી સિરીઝ: ન્યુઝીલેન્ડના લેજન્ડસને નવ વિકેટે હરાવતું આફ્રિકા

13 September 2022 05:17 PM
India Sports World
  • રોડ સેફ્ટી સિરીઝ: ન્યુઝીલેન્ડના લેજન્ડસને નવ વિકેટે હરાવતું આફ્રિકા

સીતારાઓથી ભરપૂર એવી ન્યુઝીલેન્ડની ટીમ 100 રન સુધી પણ ન પહોંચી શકી: આફ્રિકા વતી પુટિકે બનાવી ફિફટી

નવીદિલ્હી, તા.13
રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણીમાં આફ્રિકા લેજન્ડસે ન્યુઝીલેન્ડ લેજન્ડસને એકતરફી મુકાબલામાં નવ વિકેટે હરાવ્યું છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 99 રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાએ માત્ર 13.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આફ્રિકા વતી એન્ડ્રયુ પુટિકે 36 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 તો અલ્વીરો પીટરસને 23 બોલમાં 29 રન બનાવ્યા હતા અને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી.

આ પહેલાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે માત્ર 99 રન જ બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડના આઠ ખેલાડી બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા નહોતા. ડીન બ્રાઉનલાઈએ સૌથી વધુ 48 બોલમાં 48 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડને ઓછા રને રોકવા માટે જોહાન બોથાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે માત્ર 11 રન આપીને ચાર વિકેટ ખેડવી હતી.

ન્યુઝીલેન્ડ ટીમની વાત કરવામાં આવે તો તેની પાસે રોસ ટેલર, નીલ બ્રુમ, જૈકબ ઓરમ, ક્રેગ મેકમિલન અને શેન બોન્ડ જેવા સીતારાઓ હતા આમ છતાં 100 રન સુધી પહોંચી શક્યા નહોતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પહેલીવાર રમી રહેલા ટેલરે 11 બોલમાં માત્ર ચાર રન બનાવ્યા હતા. તેની સાથે નીલ બ્રુમ એક તો ઓરમ માત્ર છ રન જ બનાવી શક્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement