મહારાષ્ટ્રનો પ્રોજેકટ ગુજરાત ખેંચી જવાયો : આદિત્ય ઠાકરેનો આક્ષેપ

13 September 2022 05:38 PM
Gujarat Maharashtra
  • મહારાષ્ટ્રનો પ્રોજેકટ ગુજરાત ખેંચી જવાયો : આદિત્ય ઠાકરેનો આક્ષેપ

મુંબઇ, તા. 13 : ગુજરાતમાં સેમી કંડકટર ઉત્પાદન ક્ષેત્રે 1.54 લાખ કરોડના સૌથી મોટા રોકાણ અંગે આજે રાજય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે કરાર થયા હતા ત્યારે મહારાષ્ટ્ર શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતની ભાજપ સરકાર મહારાષ્ટ્રના પ્રોજેકટો આંચકી રહી છે. વાસ્તવમાં સેમી કંડકટર પ્રોજેકટ મહારાષ્ટ્રમાં જ નિર્માણ પામવાનો હતો અને મહાવિકાસ અઘાડી સરકાર દરમ્યાન તે ફાઇનલ પણ થઇ ગયો હતો પરંતુ હવે એ ગુજરાત આંચકી જવામાં આવ્યો છે. આ મામલે આઘાત લાગ્યો છે. આ પ્રોજેકટ ગુજરાતમાં જવા મામલે ઘણું આશ્ર્ચર્ય થયું છે અને મહારાષ્ટ્રમાંથી ખેંચાઇ જવા મામલે આઘાત લાગ્યો છે. આ પ્રોજેકટ મહારાષ્ટ્રમાં સ્થપાયો હોય તો વર્તમાન નવી સરકાર તેની ક્રેડીટ લઇ ન શકત અને એટલે તે ગુજરાતમાં લઇ જવાયાનો આક્ષેપ કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement