અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ

13 September 2022 09:28 PM
Ahmedabad Crime Gujarat Politics
  • અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ
  • અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ
  • અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ
  • અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ
  • અમદાવાદ : ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ

● સવારે AAPના કાર્યકરો લોકોને ગેરન્ટી કાર્ડ આપી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જ ભાજપના કાર્યકરોએ અટકાવતા બોલાચાલી થયેલી, જે પછી બપોરના સમયે ભાજપના યુવા નેતા પવનસિંગ તોમર ઉપર હુમલો થયો ● ગીતાબેન પટેલ, પ્રતાપ ઠાકોર સહિત 6 સામે પવનસિંગના ભાઈ અનિલસિંગની ફરિયાદ પરથી ગોમતીપુરા પોલીસ મથકે હત્યા પ્રયાસ, રાયોટીંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો

અમદાવાદ :
ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો છરી-પાઇપ સાથે તૂટી પડયાનો આક્ષેપ થયો છે. સવારે આપના કાર્યકરો લોકોને ગેરન્ટી કાર્ડ આપી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જ ભાજપના કાર્યકરોએ આવી તેઓને અટકાવતા બોલાચાલી થઈ હતી. જે પછી બપોરના સમયે ભાજપના યુવા નેતા પવન તોમર ઉપર હુમલો થયો હતો અને તેમને છરીનો ઘા લાગી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, આ પછી તુરંત પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી હતી.

ભાજપ તરફથી આક્ષેપ કરતા જણાવાયું છે કે, અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર જીવલેણ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. પવન તોમર પર છરી વડે જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનાને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશભાઇ દવે અને યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઇ કોરાટે વખોડી હતી. આ ઘટના અંગે ડો.યજ્ઞેશભાઇ દવેએ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુ:ખદ છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિમ્નકક્ષાની રાજનીતી કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતાનો સાથ ન મળતા અને પાર્ટીના નેતાઓના જુઠ્ઠાણા રોજ બરોજ સામે આવી રહ્યા છે, જેનાથી આપના કાર્યકરો હતાશ થઇ કેજરીવાલના ઇશારે ગુડાગર્દી કરી જીવલેણ હુમલા કરી રહ્યા છે. ગુજરાત શાંત રાજય છે અને આ રાજયને બદનામ કરવા નિમ્ન કક્ષાની રાજનીતી આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતની જનતા રાજયમાં આવી હલ્કી કક્ષાની રાજનીતી નહી ચલાવે.

આ ઘટનાને વખડતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો તે ખૂબ જ શરમજનક છે. આમ આદમી પાર્ટી ગુજરાતની શાંતીને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કયારેય આવી નિમ્ન કક્ષાની રાજનીતી થઇ નથી.

● પોલીસ ફરિયાદ દાખલ

ગીતાબેન પટેલ, પ્રતાપ ઠાકોર સહિત 6 સામે પવનસિંગના ભાઈ અનિલસિંગની ફરિયાદ પરથી ગોમતીપુરા પોલીસ મથકે હત્યા પ્રયાસ, રાયોટીંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં અનિલસિંગે જણાવ્યું કે, હું મોહનલાલની નવી ચાલી નરસિંહ મંદીર પાછળ મારી માતા તથા ભાઇ સાથે રહું છું અને નારોલ ખાતે આવેલ ચીરીપાલ નામની કાપડની ફેકટરીમાં નોકરી કરું છું.આજે સવારના મારો ભાઇ પવનસિંગ, ભાજપના કાર્યકર્તા વિભુતીબેન જયવિરસિંહ સાખલા, ગીતાબેન ઉર્જની, પુષ્પાબેન રાઠોડ અમારી ચાલીમા પાછળ ગંદકી થયેલ હોય જે જોવા માટે ગયા હતા. ત્યારે મોહનલાલની નવી ચાલી ખાતે રહેતા પ્રતાપભાઈ ઠાકોરના ઘર આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર ગીતાબેન કિર્તીભાઇ પટેલ (રહે. હર ભોલે સોસાયટી વિરાટનગર અમદાવાદ) અને અન્ય બહેનો પ્રતાપભાઇ, તેમના દિકરા સાહીલ, આકાશ, જૈમીન, અને બીજા માણસોને ભેગા કરી લોભામણી લાલચ આપી ગેરંટી કાર્ડ આપવાની તેમજ દર મહિને હજાર હજાર રૂપિયા મળશે તેવી લાલચ આપી ફોનથી મીસકોલ મારવા કહેતા હતા. જેથી ભાજપના કાર્યકર વિભુતીબેને તેઓને કહેલ કે જનતાને ખોટી લાલચ ન આપો તેમ કહ્યું હતું જેથી પ્રતાપભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને મારા ભાઈ અને અન્ય લોકોને અપશબ્દો કહીં, ઘરમાં પાઇપ લઈ દોડ્યા હતા. અન્ય લોકો હોવાથી સમજાવી છુટા પાડેલ.

ત્યારબાદ મારા ભાઇ પવનસિંગ તથા વિભુતીબેન તથા બીજા ભાજપના કાર્યકરો અમારા ઘર પાસે આવેલ મારા ભાઇની ઓફિસે આવી ગયેલ. તેવામાં બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સુમારે આમ આદમી પાર્ટીના કાર્યકર ગીતાબેન પટેલ, પ્રતાપભાઇ ઠાકોર તથા તેમના દિકરા આકાશ, સાહીલ અને જૈમીન તથા સાહીલનો મિત્ર રાણા સાહીલ મારા ભાઇની ઓફિસ આગળ આવેલ જ્યાં પ્રતાપભાઇના હાથમા લાકડાનો દંડો તથા સાહીલના હાથમાં છરી તથા આકાશના હાથમાં બેજબોલનો દંડો તથા સાહીલ રાણાના હાથમાં કમરે પહેરવાનો પટ્ટો હતો. આ લોકો આવી અપશબ્દો બોલવા લાગ્યા અને ઝઘડો કરવા લાગ્યા. મારા ભાઈ વચ્ચે પડતા સાહીલે મારા ભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે છરીનો એક ઘા ડાબી સાઇડે કમરથી પેટના વચ્ચેના ભાગે મારી દીધેલ. જેથી મારા ભાઇને ખુબ લોહી નિકળવા લાગેલ જેથી રિક્ષામાં બેસાડી શારદાબેન હોસ્પિટલ સારવાર માટે દાખલ કરેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement