ટી-20 મુકાબલામાં ઈંગ્લેન્ડને ભૂંડી રીતે હરાવતી વિમેન્સ ટીમ ઈન્ડિયા

14 September 2022 12:08 PM
Sports
  • ટી-20 મુકાબલામાં ઈંગ્લેન્ડને ભૂંડી રીતે હરાવતી વિમેન્સ ટીમ ઈન્ડિયા

સ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગ; 53 બોલમાં ઝૂડ્યા અણનમ 79 રન: સ્નેહ રાણાની ત્રણ વિકેટ: ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર

નવીદિલ્હી, તા.14 : ભારત-ઈંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીનો પહેલો મુકાબલો ઈંગ્લેન્ડે જીત્યો હતો જ્યારે બીજો મુકાબલો ટીમ ઈન્ડિયાએ જીતીની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. બીજી મેચમાં સ્મૃતિ મંધાનાએ તોફાની ઈનિંગ રમતાં ભારતને આઠ વિકેટે જીત મળી હતી.

ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 142 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી 51 રનની ઈનિંગ ફ્રેયા કેમ્પે રમી હતી જ્યારે 34 રન મૈયા બાઉચિયરે બનાવ્યા હતા. આ ઉપરાંત કોઈ અન્ય બેટર ઈંગ્લીશ ટીમ વતી ખાસ્સી કમાલ કરી શક્યો નહોતો. ભારત વતી ત્રણ વિકેટ સ્નેહ રાણાને મળી હતી જ્યારે એક-એક વિકેટ રેણુકા સિંહ અને દીપ્તિ શર્માને મળી હતી.

143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆત મળી હતી. જો કે શેફાલી વર્મા 20 રન બનાવીને આઉટ થઈ હતી પરંતુ ત્યાં સુધીમાં પાવરપ્લેની અંદર ટીમ ઈન્ડિયાએ 55 રન બનાવી લીધા હતા. ભારતની બીજી વિકેટ 77 રને પડી હતી જ્યારેદયાલન હેમલતા નવ રન બનાવી આઉટ થઈ હતી.

આ પછી ઓપનર સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રિત કૌર વચ્ચે અતૂટ ભાગીદાર થઈ હતી અને ટીમે 16.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ 53 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 79 રન બનાવ્યા હતા તો કેપ્ટન હરમનપ્રીત કૌર 22 બોલમાં 29 રન બનાવીનેઅણનમ રહી હતી. હવે બન્ને ટીમો વચ્ચે આવતીકાલે ફાઈનલ મુકાબલો રમાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement