ધોની પર ક્રિકેટરનો મોટો આરોપ: જો મને એક તક આપી હોત તો મારું કરિયર કંઈક અલગ જ હોત

14 September 2022 12:12 PM
Sports
  • ધોની પર ક્રિકેટરનો મોટો આરોપ: જો મને એક તક આપી હોત તો મારું કરિયર કંઈક અલગ જ હોત

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયેલા ઈશ્ર્વર પાંડેને દેશ વતી રમવાની તક જ ન મળતાં છલકાયું દર્દ

નવીદિલ્હી, તા.14 : મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં અનેક ખેલાડીઓ માટે ભારત વતી રમ્યા છે પરંતુ અમુક ખેલાડીઓને રમવાની તક મળી નથી. ધોનીએ ભારતના અનેક ક્રિકેટરોનું જીવન બદલી નાખ્યું છે પરંતુ હવે એક ક્રિકેટરે ધોની પર મોટો આરોપ લગાવ્યો છે. ચેન્નાઈ સુપરકિંગ્સના રૂપમાં પણ ધોનીએ અનેક ખેલાડીઓને ઓળખ અપાવી હતી જેને દેશ માટે રમવાની તક મળી છે.

ચેન્નાઈ વતી રમનારા મોહિત શર્મા, મુરલી વિજય, એસ.બદ્રીનાથ, આર.અશ્ર્વિન જેવા અનેક ખેલાડીઓ ભારત માટે રમી ચૂક્યા છે. જો કે અમુક ખેલાડીઓ એવા પણ હતા જેમણે ચેન્નાઈ સુપરકિંગ્સ માટે સારું પ્રદર્શન કર્યું પરંતુ ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યા નહોતા. આવા જ એક ક્રિકેટરનું નામ છે ઈશ્ર્વર પાંડે જેણે આરોપ લગાવ્યો છે કે જો ધોનીએ તેને એક તક આપી હોત તો તે દેશ માટે સારું પ્રદર્શન કરી શકે તેમ હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થનાર 33 વર્ષીય પાંડે આઈપીએલની 25 મેચમાં 18 વિકેટ ખેડવી છે

જ્યારે 75 ફર્સ્ટ ક્લાસ મેચમાં 263 વિકેટ ખેડવી છે. આ પ્રદર્શનના દમ પર તેને 2014માં ન્યુઝીલેન્ડ પ્રવાસે ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી. એ સમયે ટીમનો કેપ્ટન ધોની હતો પરંતુ પાંડેને રમવાની તક મળી નહોતી. આ અંગે પાંડેએ ખુલાસો કર્યો છે કે જો ધોનીએ તેના ઉપર વિશ્વાસ મુક્યો હોત અને સંભવત: તેને અમુક તક આપી હોત તો તેનું કરિયર પણ કંઈગ અલગ જ હોત.

પાંડેએ કહ્યું કે ત્યારે હું 23-24 વર્ષનો હતો અને મારી ફિટનેસ પણ સારી હતી. જો ધોનીભાઈએ મને તક આપી હોત તો હું દેશ માટે સારું પ્રદર્શન કરી શક્યો હોત અને મારું કરિયર પણ નિશ્ર્ચિત રીતે અલગ હોત. મધ્યપ્રદેશમાં જન્મેલા આ ખેલાડીએ ચેન્નાઈ સુપરકિંસ ઉપરાંત રાઈઝીંગ પૂના સુપરજાયન્ટસ વતી પણ આઈપીએલ રમી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement