ઉર્વશી રૌતેલાએ હાથ જોડી ઋષભ પંતને કહ્યું, આઈ એમ સૉરી !

14 September 2022 12:13 PM
Sports
  • ઉર્વશી રૌતેલાએ હાથ જોડી ઋષભ પંતને કહ્યું, આઈ એમ સૉરી !

બન્ને વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવવાની શક્યતા: પંત તરફથી કોઈ જ પ્રતિક્રિયા નહીં

નવીદિલ્હી, તા.14 : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સતત ચર્ચામાં છવાયેલી છે. થોડા સમય પહેલાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે એક ઘટનાનો ઉલ્લેખ કરીને એક સ્ટોરી સંભળાવી હતી. આ વીડિયોમાં તેણે મીસ્ટર આર.પી.નું નામ લીધું હતું તેથી ચાહકો આ મીસ્ટર આર.પી.ને ઋષભ પંત માનવા લાગ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે સોશ્યલ મીડિયા ઉપર એકબીજાનું નામ લીધા વગર કોલ્ડવોર પણ થઈ હતી. ઉર્વશી એશિયા કપમાં ભારતના મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહી હોવાથી લોકોએ મીમ્સનું પૂર પણ લાવી દીધું હતું.

હવે ઉર્વશીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પણ ઈન્ટરવ્યુનો જ છે જેમાં તેને પૂછવામાં આવ્યું કે શું તે આર.પી.ને કોઈ મેસેજ આપવા માંગે છે. આ પછી ઉર્વશી કહે છે કે સીધી બાત, નો બકવાસ...એટલા માટે હું કો, બકવાસ નથી કરતી. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તે ઋષભ પંતને કશું કહેવા માંગશે જેનો જવાબ આપતાં તેણે કહ્યું કે હું માત્રને માત્ર એ જ કહીશ કે સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે પોતાના હાથ પણ જોડ્યા હતા.

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચેના વિવાદની શરૂઆત એક ઈન્ટરવ્યુ સાથે થઈ હતી. તેમાં ઉર્વશીએ દાવો કર્યો હતો કે મીસ્ટર આરપી દિલ્હીમાં તેને મળવા આવ્યા હતા. તે સૂઈ ગભહતી અને મિસ્ટર આરપીએ તેની 10 કલાક સુધી રાહ જોઈ હતી. તેની પાસે અંદાજે 17 મિસ્ટ કૉલ આવ્યા હતા પરંતુ ઉંઘમાં હોવાને કારણે તે ફોન ઉઠાવી શકી નહોતી. ત્યારબાદ બન્નેની જ્યારે વાત થઈ તો ઉર્વશીએ તેને મુંબઈમાં મળવાની વાત કહી હતી અને પછી બન્ને વચ્ચે મુલાકાત પણ થઈ હતી.

ચાહકો આ વ્યક્તિને ઋષભ પંત માનવા લાગ્યા હતા. ત્યારબાદ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપલોડ કરીને લખ્યું હતું મારો પીછો છોડી દો બહેન, સસ્તી લોકપ્રિયતા માટે ખોટું ન બોલવું જોઈએ. પંતે આ પછી થોડી મિનિટોમાં જ પોતાની સ્ટોરી હટાવી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનો સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યો હતો. જો કે ત્યારબાદ પાક્કું થઈ ગયું કે મીસ્ટર આરપી ઋષભ પંત જ છે. ત્યારબાદ ઉર્વશીએ એક પોસ્ટ અપલોડ કરી હતી જેમાં તેણે સ્પષ્ટ રીતે પંત તરફ ઈશારો કર્યો અને તેને ક્રિકેટ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement