બગસરામાં કપાસનાં પાક સાથે ગાંજાનું વાવેતર ઝડપાયુ: વાડી માલીકની ધરપકડ

14 September 2022 12:41 PM
Botad Crime
  • બગસરામાં કપાસનાં પાક સાથે ગાંજાનું વાવેતર ઝડપાયુ: વાડી માલીકની ધરપકડ

એસ.ઓ.જી.એ ગાંજો જપ્ત કરી ગુનો નોંધાવ્યો

(સમીર વિરાણી) બગસરા,તા.14 : એસ.ઓ.જીઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા એસ.ઓ.જી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટરલગત પેટ્રોલીંગમાં દરમિયાન બગસરા ગામે માળ ગામની સીમ તરીકે ઓળખાતી સીમવિસ્તારમાં ગોગનભાઇ રામજીભાઇ રહે.બગસરા, ગોકુલપરા, બાલમંદિર પાસે, ના.બગસરા, જિ.અમરેલીવાળા પોતાના કબ્જાભોગવટાના વાડીખેતરમાં ગેરકાયદેસર માદક પદાર્થ કપાસની આડમાં ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીગોગનભાઇ રામભાઇ શેખ, ઉ.વ.68 ધંધો ખેતી રહેવાસી બગસરા, ગોકુલપરા, બાલમંદિર પાસે, તા.બગસરા, જિ.અમરેલી.કબ્જે કરેલ મુદ્દમાલ વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નંગ, વજન 5 કિલો 50.ગ્રામ કિ.રૂા.25,250/- તથા મોબાઇલ ફોન-1,કિ.રૂ.5004 મળી કુલ કિં.ગુ.25,750/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઇસમને વધુ તપાસ અર્થે બગસરાપોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement