રાપર તાલુકાના ફતેહગઢ, ભીમાસર તથા સોનગઢ પંથકમાં વીજ પ્રશ્નો અંગે રજૂઆત

14 September 2022 12:47 PM
kutch
  • રાપર તાલુકાના ફતેહગઢ, ભીમાસર તથા સોનગઢ પંથકમાં વીજ પ્રશ્નો અંગે રજૂઆત

રાપર તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ દ્વારા

(ગની કુંભાર) ભચાઉ,તા. 14 : રાપર તાલુકાના ફતેહગઢ તાલુકા પંચાયત બેઠક નીચે આવતા ગામના વીજળી સંબંધી પ્રશ્નો સત્વરે નિરાકરણ કરવા જણાવાયું છે. ફતેહગઢ ગામને હાલે ભીમાસરથી જ્યોતિગ્રામ ફીડર દ્વારા 24 કલાક વીજ સપ્લાય આપવામાં આવે છે. જે ફીડર ખુબ લાંબુ છે તેમજ લગભગ 40 વર્ષ જુનો ફીડર હોવાથી દરરોજ ફીલ્ડમાં જવાને કારણે તેમજ ચોમાસા દરમિયાન વરસાદના બે છાંટા પડવાથી પણ ફીડર ફીલ્ડમાં જાય છે જેને કારણે ફતેહગઢ તથા તે ફીડરમાં જોડાયેલ અન્ય ગામો તથા પાણી પુરવઠાને મોટર બંધ રહેવાને કારણે લોકોને ખુબ હાલાકી સહન કરવી પડે છે.

માંજુવાસ
ફતેહગઢ તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા માંંજુવાસ ગામના વીજળી સંબંધી પ્રશ્નો સત્વરે યોગ્ય નિરાકરણ કરવા જણાવાયું છે. માંજુવાસ ગામે છેવાડાના વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યા ખુબ ગંભીર છે. ત્યારે વધારાનું એક ટ્રાન્સફોર્મ ઉભુ કરી આપવા જણાવેલ છે.

સાનગઢ
ફતેહગઢ તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા સાનગઢ ગામના વીજળી સંબંધી પ્રશ્નો સત્વરે યોગ્ય નિરાકરણ કરવા જણાવાયું છે. સાનગઢ ગામે આવેલ ટ્રાન્સફર વર્ષો પહેલા જ્યારે આ ગામનો વીજળીકરણ થયેલો તે સમયથી ગામની દૂર રહેવા ટ્રાન્સફોર્મ આવેલ જેથી ગામમાં લો વોલ્ટેજની સમસ્યા છે. જે નિવારવા હાલના ટ્રાન્સફોર્મ ખસેડીને ગામની મધ્યમાં ઉભુ કરવા જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement