આદિપુર (કચ્છ)માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા

14 September 2022 12:58 PM
kutch Crime
  • આદિપુર (કચ્છ)માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ તા.14 : બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પો.અ. મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જેથી એમ.એમ. જાડેજા પો.ઈ. એલસીબીની આગેવાનીમાં ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી ભરત રામજી કોલી (રહે. ચોપડવા સીમ તા.ભચાઉ)ની ઓરડી પાસેથી નીચે જણાવેલ આરોપીઓને શિણાઈ ખાતે આવેલ અંબાજી સોસાયટી ફેઝ-1માંથી તથા રામેશ્ર્વરનગર શિણાઈ ગામ ખાતે થયેલ

ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદામાલ સાથે પકડી પાડી સીઆરપીસી 102 મુજબ મુદામાલ કબ્જે કરી આરોપીઓને 41 (1)ડી મુજબ અટક કરી નીચે મુજબના ગુનાઓ ડીટેકટ કરી આગળની કાર્યવાહી માટે આદીપુર પો.સ્ટેશને સોંપવામાં આવેલ છે. જેમાં ભરત રામજી કોલી (ઉ.25 રહે. ચોપડવા સીમ તા.ભચાઉ), રામજી જીવાભાઈ કોલી (ઉ.20 રહે. જુનાવાડા તા.ભચાઉ), નરશી ચોથાભાઈ કોલી (ઉ.23 રહે. કીડીયાનગર તા.રાપર) તથા કિશન અયોધ્યા સતનામી (રહે. વરસાણા ચોકડી તા. અંજાર) વગેરે આરોપીઓ પકડાયેલ છે.આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પો.ઈ. એમ.એમ. જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement