બગસરાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની વિવિધ માંગણીઓ સાથે હડતાલ

14 September 2022 01:01 PM
Botad
  • બગસરાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની વિવિધ માંગણીઓ સાથે હડતાલ

બગસરા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોની હડતાલ યથાવત- ત્રણ દિવસ સુધી આંગણવાડી મહિલાઓ દ્વારા શરૂ કરાઇ હડતાલ-વિવિધ માંગણીઓ મુદ્દે આંગણવાડીના બહેનોએ હડતાલ પર ઉતર્યા. ભુતનાથ મંદિરે તાલુકાના આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો બગસરા તાલુકા ની આંગણવાડી વર્કર અને હેલ્પર બેનો દ્વારા માનવ વેતન દૂર કરો તથા ઓનલાઇન કામગીરી અથવા ઓફલાઈન કામગીરી અને વર્કર બેનની નિવૃત્તિ પછી હેલ્પર બેનને પ્રમોશન એટલે આંગણવાડી કાર્યકરમાં પ્રવેશ આપો તથા લઘુત્તમ વેતન આપો અને વહી મર્યાદા વધારો સહિતના મુદ્દે આંગણવાડી વર્કર બહેનો દ્વારા ત્રણ દિવસની મુદત પર હડતાલ પર ઉતર્યા તેમજ બગસરા તાલુકા પંચાયતમાં સીડીપીઓને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું બગસરાના ભુતનાથ મંદિર ખાતે સમગ્ર તાલુકાની આંગણવાડી વર્કર હેલ્પર બેનો સાથે મળીને સૂત્રોચાર કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.(તસ્વીર : સમીર વિરાણી-બગસરા)


Advertisement
Advertisement
Advertisement