રાપર તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સાયબરીન ફલેમિંગોનું આગમન

14 September 2022 01:12 PM
kutch
  • રાપર તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સાયબરીન ફલેમિંગોનું આગમન

(ગનીકુંભાર) ભચાઉ, તા. 14 : રાપર તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સાયબરીન ફલેમિંગોનું આગમન થયું છે. આ વરસે મેઘરાજા એ મન મૂકીને મહેર કરતાં રાપર તાલુકામાં રણકાંઠામાં પાણીની આવક થઈ જતાં સમુદ્ર જેવું થઈ ગયું હતું તદુપરાંત પાકિસ્તાનમાં પણ ભારે વરસાદ પડવાના લીધે કચ્છ ના રણ વિસ્તારમાં પાણીની આવક થતાં કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતા સાયબરીન પક્ષી એટલે કચ્છ જા રાજાની લાખેણા મહેમાન એટલે ફલેમિંગો અને પેલેકિન સહિત ના યાયાવર પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ખડીરના રણકાંઠા ઉપરાંત રાપર તાલુકાના રણકાંઠા મા લાખો ની સંખ્યામા ફલેમિંગો જોવા મળે છે કચ્છમાં શિયાળો ગાળવા માટે અને પ્રજજન કરી માળા બનાવીને ઈંડાં સેવી બચ્ચાનો ઉછેર કરી કચ્છમાંથી શિયાળાના અંતમાં ઉડાન ભરી રહ્યા છે આ વિદેશી યાયાવર પક્ષીઓ ની સુરક્ષા માટે કચ્છના વન સંરક્ષક વી. જે. રાણા પૂર્વ કચ્છના મદદનીશ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા રાપર આરએફઓ ચેતન પટેલ વન પાલ મોહનભાઇ ઠાકોર, નરેશ ડોડીયા સહિતના કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે લાખોની સંખ્યામાં ફલેમિંગો સહિતના યાયાવર પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઉઠયું છે.


Advertisement
Advertisement
Advertisement