શનિવારે સુર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થતાં રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે

14 September 2022 01:30 PM
Rajkot Dharmik
  • શનિવારે સુર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થતાં રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે

રાજકોટ, તા. 14 : ગ્રહોનો રાજા સૂર્ય 17 સપ્ટેમ્બર શનિવારના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 17 ઓક્ટોબર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય ક્ધયા રાશિમાં ગોચર કરશે એ સમયે મેષ રાશિમાં રહેલ રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે. જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. આ યોગ જીવનમાં ભયંકર સંકટ લાવી શકે છે. ચાલો જાણીએ કે ષડાષ્ટક યોગ કેવી રીતે બનશે અને કઈ રાશિ પર ખરાબ અસર પાડશે..

ક્યારે બને છે ષડાષ્ટક યોગ
ષડાષ્ટકને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગમાં છઠ્ઠા અને આઠમા ઘરના ગ્રહો વચ્ચે સંબંધ બને છે. જેના કારણે લોકોને દુ:ખ, રોગ, ચિંતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. આ વખતે સૂર્ય-રાહુ દ્વારા બનેલો ષડાષ્ટક યોગ પાંચ રાશિના લોકો પર અસર કરશે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે ષડાષ્ટક યોગ ઘણો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેવામાં આ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. માનસિક તણાવની સમસ્યા વધી શકે છે.

મિથુન : આ ષડાષ્ટક યોગના કારણે મિથુન રાશિના લોકોમાં સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે.

સિંહ : ષડાષ્ટક યોગ સમયે આ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરી શકે છે. વાણીની ખામીને કારણે નાણાકીય કારકિર્દીના મોરચે નુકસાન થઈ શકે છે.

મકર : ષડાષ્ટક યોગને કારણે આ રાશિના લોકોના ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો બગડી શકે છે. સાથે જ પરિવારની પરિસ્થિતિ જાણ્યા વિના કોઈ પણ બાબત પર અભિપ્રાય ન આપો.

કુંભ : ષડાષ્ટક યોગ પર તમારા વધતા ખર્ચ તણાવ અને ચિંતાનું કારણ બની રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો.


Related News

Loading...
Advertisement
Advertisement