હવે ગોવામાં કોંગ્રેસને ઝટકો ! પૂર્વ મુખ્યમંત્રી કામત, વિપક્ષી નેતા સહિત આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાશે

14 September 2022 02:39 PM
India Politics
  • હવે ગોવામાં કોંગ્રેસને ઝટકો ! પૂર્વ મુખ્યમંત્રી કામત, વિપક્ષી નેતા સહિત આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાશે

કોંગ્રેસના હવે 11માંથી 3 જ ધારાસભ્યો રહેવાની શક્યતા : વિપક્ષી નેતા લોબો ચૂંટણી પૂર્વે જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા

નવી દિલ્હી,તા. 14
દેશના જુદા-જુદા રાજ્યોમાં કોંગ્રેસની હાલત નાજુક બનતી રહી હોય અને ધારાસભ્યો છેડો ફાડતા રહ્યાનો સીલસીલો અટકતો ન હોય તેમ હવે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી સહિત આઠ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની તૈયારીમાં છે.

આ ધારાસભ્યોએ આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કરી હતી અને ભાજપમાં જોડાવાનું આજે જ સત્તાવાર રીતે જાહેર કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસને ગોવામાં મોટો ઝટકો લાગવાનો હોય તેમ પૂર્વ મુખ્યમંત્રી દિગમ્બર કામત અને વિપક્ષી નેતા માઈકલ લોબો સહિત આઠ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ શકે છે. વિપક્ષી નેતા લોબોએ કોંગ્રેસના ધારાસભા પક્ષની બેઠક યોજી હતી અને તેમાં ભાજપમાં જોડાઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગોવાના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ પણ એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસના આઠ ધારાસભ્યો તૂર્તમાં ભાજપમાં જોડાઈ જશે.

ગોવા વિધાનસભામાં 40 ધારાસભ્યો છે જેમાંથી ભાજપના 20 છે જ્યારે કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતકના બે અને ફોરવર્ડ પાર્ટીના એક ધારાસભ્ય છે. છ અપક્ષો છે આ સંજોગોમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાના સંજોગોમાં કોંગ્રેસના ત્રણ જ ધારાસભ્યો વધશે જ્યારે ભાજપની સંખ્યા 28 થઇ જશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી દિગમ્બર કામત, વિપક્ષી નેતા માઈકલ લોબો, ડી. લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એપેક્ષો સિકેરા તથા રુડોલ્ફ ફર્નાન્ડીઝ કોંગ્રેસ છોડી શકે છે. વિપક્ષી નેતા માઈકલ લોબો ચૂંટણી પૂર્વે જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement