વરસાદ નડ્યો : કોંગ્રેસ શિડ્યુલ લંબાયો : ઇલેકશન કમીટીની બેઠક હવે 19 થી 21

14 September 2022 04:32 PM
Rajkot Politics
  • વરસાદ નડ્યો : કોંગ્રેસ શિડ્યુલ લંબાયો : ઇલેકશન કમીટીની બેઠક હવે 19 થી 21

ઉમેદવારોને દાવેદારી નોંધાવવા પણ વધુ એક દિવસની મુદત

રાજકોટ :
કોંગ્રેસે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરુ કરી જ દીધી છે પરંતુ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદનું વિઘ્ન આવ્યું હોય તેમ હવે દાવેદારી કરવાની તથા ઇલેકશન સ્ક્રીનીંગ કમિટીની બેઠકનાં શિડ્યુલ નવેસરથી તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું છે કે મૂળ શિડ્યુલ પ્રમાણે 15મી સપ્ટેમ્બર સુધીમાં દાવેદારોનું લીસ્ટ પ્રદેશ કચેરીને મોકલવા સૂચના આપવામાં આવી હતી તેમાં એક દિવસનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે 16મી સુધીની મુદત આપવામાં આવી છે.

આ જ રીતે ઇલેકશન કમિટીની બેઠક 17 થી 19 સપ્ટેમ્બરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેને બદલે હવે 19 થી 21 દરમિયાન યોજવામાં આવશે અને ત્યારબાદ સ્ક્રીર્નીંંગ કમિટીની બેઠક થશે. ચાલુ મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાનો ટાર્ગેટ નેતાગીરી દ્વારા રાખવામાં આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement